Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકરસંક્રાંતિના દિને ભરબપોરે થઈ હતી ચોરીઃ
જામનગર તા.૧૫ : જામનગરના તંબોલી ભવન આવાસમાં ત્રીજા માળે રહેતા એક પરિવારના ફલેટમાં મકર સંક્રાંતિના દિવસે માત્ર આઠેક કલાકમાં ચોરી થઈ હતી. તે ફલેટનું તાળુ ખોલી નાખી કોઈ તસ્કરે અંદરથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.૧.૩૮ લાખની મત્તા તફડાવી હતી. પોલીસમાં તેની એક મહિના પછી ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના પોલીસ હેડ કવાર્ટર પાછળ આવેલા તંબોલી ભવન આવાસમાં સી બ્લોકમાં ત્રીજા માળે ૩૦૭ નંબર ફલેટમાં વસવાટ કરતા કિશોરભાઈ કરશનદાસ ભગત નામના વણિક વૃદ્ધ પોતાના પરિવાર સાથે મકરસંક્રાંતિની સવારે બહાર ગયા ત્યારે તાળુ મારીને રવાના થયા હતા.
તેઓ સાંજે પાંચેક વાગ્યે પરત આવ્યા તે દરમિયાન તેમના ફલેટનું તાળુ કોઈ શખ્સે ખોલી નાખી અંદર એક ઓરડામાં રાખવામાં આવેલા લોખંડના કબાટમાંથી ૨૧ ગ્રામ વજનનો સોનાનો ચેઈન, બાળક ને પહેરવાની સોનાની વીટી, ઓમકાર, લાકડાના કબાટમાંથી રૂ.૫ હજાર રોકડા, ચાંદીના પાંચ ગ્રામના બે ચોરસા અને ૧૦ ગ્રામના બે ચોરસા મળી કુલ રૂ.૧ લાખ ૩૮ હજારની મત્તા ચોરી કરી લીધી હતી.
ચોરીની જાણ થયા પછી ગઈકાલે કિશોરભાઈએ સિટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી અજાણ્યા તસ્કરના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial