Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ૂર્વ પીએમ મનમોહનસિંઘના નિધનને પગલે
અમદાવાદ તા. ૨૭: દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘનું નિધન થતાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જેના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ ૨૦૨૪ને રદ કરવાની એ.એમ.સી. દ્વારા ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ૧ જાન્યુઆરીથી શરૂ થનાર ફલાવરો શોની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રો રદ્દ કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ રિવરફ્રન્ટમાં યોજાનાર ફલાવર શોનું આયોજન ૧ જાન્યુઆરીના રોજ થવાનું હતું, પરંતુ રાષ્ટ્રીય શોકના પગલે ફલાવર શોના કાર્યક્રમની તારીખો ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે ફલાવર શો ૩ જાન્યુઆરીથી શરૂ થશે.
અમદાવાદ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા તથા દંડક દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘના દુઃખદ અવસાન નિમિતે કાંકરિયા કાર્નિવલ ૨૦૨૪ના આજે તારીખ ૨૭ ડિસેમ્બર ૨૦૨૪થી તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે. કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં વિનામૂલ્યે પ્રવેશ ચાલુ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial