Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ-ર૦૧૯ માં ચર્ચાસ્પદ બનેલી
નવી દિલ્હી તા. ર૭: પૂર્વ પી.એમ. ડો. મનમોહનસિંહના બાયોપિક આધારીત ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' માં અનુપમ ખેરે ડો. મનમોહનસિંહનું પાત્ર ભજવ્યું હતું.
દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહનું ૯ર વર્ષની વયે નિધન થયું છે. તે ઉંમર સંબંધિત બીમારીઓથી પિડીત હતાં અને ર૬-ડિસેમ્બરની રાત્રે આશરે ૮ વાગ્યે તેઓને ઈમરજન્સીમાં દિલ્હીની એઆઈ-આઈએમએસમાં ભરતી કરવામાં આવ્યા હતાં. જ્યાં તેઓએ છેલ્લા શ્વાસ લીધા હતાં. તે ભારતના ૧૪ માં વડાપ્રધાન હતાં, જેને દેશના આર્થિક સુધારાઓના વાસ્તુકારના રૂપે જોવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, મનમોહનસિંહની રાજકીય કારકીર્દિ મોટા પડદા પર પણ રજૂ કરવામાં આવી હતી. જી હા...! મનમોહનસિંહની બાયોપિકમાંથી પ્રેરણા લઈ વર્ષ-ર૦૧૯ માં આ ફિલ્મ બનાવવામાં આવી હતી, જેમાં અનુપમ ખેરે તેમનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મનું નામ હતું. 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' અને તેમાં અક્ષય ખન્નાનું પાત્ર ખૂબ જ મહત્ત્વનું હતું. ફિલ્મના દિગ્દર્શક વિજય રત્નાકર ગુટ્ટે હતાં.
ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતા જ તેને લઈને ઘણો વિવાદ થયો હતો. ટ્રેલર લોન્ચ થયા બાદ ફિલ્મ વિવાદમાં ફસાઈ ગઈ હતી, કારણ કે, વિરોધપક્ષે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને તેમના દીકરા રાહુલ ગાંધીની ભૂમિકાઓ પર વાંધો ઉઠાવ્યો હતો. ટ્રેલરને ગૂગલ અને યુટયુબ પરથી હટાવવા માટે અરજી પણ દાખલ કરવામાં આવી હતી. પરંતુ દિલ્હી હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial