Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકપ્રશ્ને લોહી ઉકળે, ખોટું થાય ત્યાં માંહ્યલો કકળે...
ધંધા-વ્યવસાયમાં પ્રતિસ્પર્ધી આગળ નીકળી જાય, ખેલ-કૂદમાં સામેની ટીમ હાવિ થઈ જાય, કે અભ્યાસમાં કચાશ રહી જાય, ત્યારે લોહી ઉકળી ઉઠે, તે જ પ્રગતિનો પંથ પકડી શકે. હોતી હૈ - ચલતી હૈ ની માનસિકતાથી ગાડુ ગબડાવાતું રહે, ત્યારે ઘાણીના બળદ જેવી દશા થઈ જાય, જેમાં બળદ સાંજે પડ્યે સેંકડો કિલોમીટર કાપે, તો પણ ગોળગોળ ફરીને હતો ત્યાંને ત્યાં જ રહી જતો હોય છે...,
હમણાંથી રાજનીતિમાં "કટ્ટર ઈમાનદાર" શબ્દોનો બહોળો પ્રયોગ થઈ રહ્યો છે. કેજરીવાલ ફેઈમ રાજનીતિમાં તો કટ્ટર ઈમાનદારી શબ્દોનું અર્થઘટન જે થતું હોય તે ખરૃં, પરંતુ શબ્દકોશની દૃષ્ટિએ તદ્દન પ્રામાણિક અથવા નખશીખ ઈમાનદાર જેવા સમાનાર્થી પર્યાયવાચક શબ્દો વાપરી શકાય ખરા...
હકીકતે રાજનીતિમાં જો લોકોના પ્રશ્નો, સમસ્યાઓ તથા પીડા જોઈને વાસ્તવમાં લોહી ઉકળી ઉઠતું હોય, અન્યાય-અત્યાચાર અને શોષણ સામે અંદરથી જ આક્રોશ અને અજંપો ઉઠતા હોય, જ્યાં ઔચિત્યભંગ કે અનાચાર (દુરાચાર) થતા હોય ત્યાં દિલમાંથી વિરોધનો વંટોળીયો ઉઠતો હોય, ખોટું થતું હોય ત્યાં માહ્યલો કકળતો હોય, અને કોઈપણ લોભ, લાલચ, દબાણ, અનુરાગ, મોહ, ડર કે પ્રલોભનો આ આંતરીક આક્રોશ તથા અજંપાને ઠારી કે ડગાવી શકતા ન હોય ત્યારે તેને કટ્ટર ઈમાનદારી ધરાવતી નક્કર નેતાગીરી કહેવાય, ખરૃં કે નહીં...?
છેલ્લા બે-ત્રણ દિવસથી જામનગરના ટાઉનહોલનો મુદ્દો ચર્ચામાં છે, તેવી જ રીતે રાષ્ટ્રીયકક્ષાએ પણ કેટલાક મુદ્દા ટોક ઓફ ધ નેશન બન્યા છે. કેજરીવાલે દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને કેટલીક મહિલાલક્ષી જાહેરાતો કરી, તો ત્યાંની રાજય સરકારના તંત્રએ જ આવી કોઈ યોજના અત્યારે અસ્તિત્વમાં નહીં હોવાથી તેના ફોર્મ્સ ભરાવી શકાય નહીં...!
રાજકીય ક્ષેત્રે કદાચ કટ્ટર ઈમાનદારી, કાર્યનિષ્ઠા અને નક્કર નેતાગીરીનો અર્થ અલગ જ થતો હશે, કારણ કે કાચીંડાની જેમ રંગ બદલતા રહેતા કેટલાક નેતાઓ અને પક્ષો પોતે જ સૌથી વધુ દેશભક્તિ, નિષ્ઠાવાન, ઈમાનદાર કે પ્રજાલક્ષી અભિગમ ધરાવતા હોવાનો દાવો કરતા હોય છે, પરંતુ એ પબ્લિક હૈ... યે સબ જાનતી હૈ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial