Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેવા અનેક પ્રશ્નો સાથે ધારાસભ્ય હેમંત ખવાની રજૂઆત
ખેડૂતોના પાકને થયેલા નુકશાનની સહાય ચૂકવવામાં સંકલનનો અભાવ
જામનગર તા. ૨૭: જામનગર તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઓગષ્ટ મહિનામાં થયેલ અતિવૃષ્ટિ અને ઓકટોબર મહિનામાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોમાં પાકને થયેલ નુકસાન અંગે સરકાર દ્વારા હજી પણ સહાય ચૂકવવામાં આવી નથી. રાજય સરકારના વિભાગોના સંકલનના અભાવે આ સ્થિતિ થઈ હોવાનું જણાવી જામજોધપુર-લાલપુર વિભાગના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ રાજયના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને તાકિદે સહાય ચૂકવવા માંગણી કરી છે.
જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પડેલા ઓગસ્ટ મહિનાની અતિવૃષ્ટિ અને ઓકટોબર મહિનાના કમોસમી વરસાદના લીધે જગતના તાતને મોઢે આવેલ કોળિયો છીનાવાયો છે. ભયંકર પાક નુકસાનની સામે સરકાર દ્વારા સહાય અંગેની જાહેરાત કરવામાં આવી નથી. ખેડૂતોના પાકને થયેલ નુકસાનીનો સર્વે પણ કરવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય કોમ્યુનિકેશનના અભાવ અને અધિકારીઓની આળસુ વૃત્તિના લીધે ઘણાં ખેડૂતો સર્વેથી બાકાત રહી ગયા હતા. વિસંગતતાઓ એવી હતી કે ખેડૂતોને પૂરતી માહિતી ન હોવાથી સર્વેની ટીમ દ્વારા કર્યા બાદ ગામોગામના ઘણાં બધા ખેડૂતોના કપાસને નુકસાન થયું હોય ગ્રામ સેવકો તેમના ખેતરે સર્વેમાં પણ આવ્યા હોય છતાં પણ સર્વેના નામની યાદીમાં તેઓના નામ રહી ગયા છે. ઓકટોબર માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું હતું. કારણ કે આ સમયે મગફળીનો પાક તૈયાર હતો. જો કે નુકસાન બાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે ૧.૫ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયેલ હશે. તેવા તમામ ગામોને ગામ એકમ ગણી તમામ ખેડૂતો માટે સહાય જાહેર કરવામાં આવશે. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાની મામલે સર્વે પણ કરાયા હતાં જે થઈ ગયાને પણ ૬૦ દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં સરકાર દ્વારા આ બાબતે કોઈ નકકર કામગીરી કરવામાં આવેલ નથી. કયા પાકોને સહાય ? સહાય કયારે મળશે ? વીઘા દીઠ કેટલી રકમની સહાય મળશે ? તે બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. આથી આ બાબતે તત્કાલ સહાય અંગેની જાહેરાત કરી રકમ જાહેર કરવા સ્પષ્ટ માંગણી છે.
વાસ્તવિકતા એવી છે કે આજે પણ નિયમોની આંટીઘૂંટી અને અમુક ખેડૂતો અજાણ હોવાથી જે ખેડૂતોને ખરેખર પાક નુકસાની થયું છે. તેવા ખેડૂતો સુધી સહાય પહોંચી નથી. ઓકટોબર માસમાં થયેલ કમોસમી વરસાદ બાદ પણ સહાય અંગેની જાહેરાત કરાઈ છે. જો કે તેની અમલવારીનો મુદ્દો હાલ અભેરાઈ પર ચડાવી દેવામાં આવ્યો છે. આથી હાલ લાખો ખેડૂતો સહાયની રાહમાં છે. આથી સમગ્ર ગુજરાતમાં જે જે ગામડાઓમાં ૧.૫ ઈંચથી વધારે કમોસમી વરસાદ પડેલ છે તેવા તમામ ગામોને ગામ એકમ ગણી અને ત્વરિત નિર્ણય લઈ ખેતી સહાયની રકમ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial