Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશી દારૂ, આથો ઝૂંપડામાં મૂકી મહિલા ફરારઃ
જામનગર તા. ૨૭: જામનગરની સિટી બી ડિવિઝન પોલીસે ગઈકાલે દેશી દારૂ પકડી પાડવા હાથ ધરેલા કોમ્બિંગમાં કેટલાક શખ્સો દેશી દારૂ સાથે ઝડપાયા છે. બે શખ્સ નશાની હાલતમાં રખડતા મળી આવ્યા છે. સિટી સી ડિવિઝન પોલીસે એક ઝૂંપડામાંથી દેશી દારૂ તથા આથાનો જથ્થો કબજ ેકર્યાે છે.
જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી અને પીએસઆઈ ડી.જી. રાજના વડપણ હેઠળ ગઈકાલે પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું.
જામનગર શહેરના ધરારનગર-૧ તેમજ ધરાર નગર-ર સહિતના વિસ્તારોમાં દેશી દારૂ અંગે કરાઈ રહેલા પેટ્રોલિંગમાં અંકિત જયેશ પરમાર, અખ્તરહુસેન ઈસ્માઈલ વાગીડા, ફરદીન અખ્તરહુસેન વાગીડા, રોશનબેન એલિયાશ મીયાણા, માનવ ધર્મેન્દ્રભાઈ પરમાર ઉર્ફે પ્રિન્સ, ઝાકીર કાસમ દરજાદા, નરેશ બાબુભાઈ સાગઠીયા, ચેતન હરજીભાઈ પરમાર નામના વ્યક્તિઓ ઝડપાઈ ગયા હતા.
જૂના રેલવે સ્ટેશન પાસે વેલનગર-૧માં જીજ્ઞેશ ઉર્ફે નરશીભાઈ રાઠોડ નામનો શખ્સ પોલીસના દરોડા પહેલાં નાસી ગયો હતો તેના ઘરમાંથી દેશી દારૂ કબજે કરાયો છે.
બેડીના કબ્રસ્તાન પાસેથી બટુક પ્રાગજીભાઈ સોલંકી નામનો શખ્સ નશાની હાલતમાં મળી આવ્યો છે.
ગાંધીનગરમાંથી નીતિન અરવિંદભાઈ પીઠડીયા નામનો શખ્સ પણ નશાની હાલતમાં ઝડપાઈ ગયો છે. હનુમાન ટેકરી નજીક ખુલ્લા ફાટક પાસે બાવરીવાસમાં પાયલબેન મંગળ બાવરીના રહેણાંકમાંથી ૨૦૦ લીટર આથો તથા ૧૫ લીટર તૈયાર દેશી દારૂ સિટી સી ડિવિઝન પોલીસે કબજે કર્યા છે અને પાયલબેન સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial