Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યોગી સરકારના મંત્રી અસીમ અરૂણે સોશિયલ મીડિયામાં મૂકી પોસ્ટ
નવી દિલ્હી તા. ૨૭: પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘનું ગુરૂવારે રાત્રે નિધન થયું છે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ યોગી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ, માયાવતી સહિત ઘણા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યકત કર્યો છે. આ દરમિયાન યોગી સરકારના મંત્રી અસીમ અરૂણે તેમના જૂના દિવસોને યાદ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે, જયારે તેઓ તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહના મેઈન બર્ડીગાર્ડ હતા.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે અસીમ અરૂણે કહ્યું કે, હું વર્ષ ૨૦૦૪થી લગભગ ત્રણ વર્ષ સુધી તેમનો બોડીગાર્ડ હતો. એસપીજીમાં, વડાપ્રધાનની સુરક્ષાનું ઈન્ટરનલ સર્કલ કોઝ પ્રોટેકશન ટીમ છે, જેનું નેતૃત્વ કરવાની મને તક મળી. એઆઈજી સીપીટી એવા અધિકારી છે જે કયારેય પીએમથી દૂર ન રહી શકે. જો પીએમ સાથે માત્ર એક જ બોડી ગાર્ડ રહી શકે છે તો માત્ર આ ઓફિસર જ તેમની સાથે રહેશે. આવી સ્થિતિમાં તેની સાથે પડછાયાની જેમ રહેવું એ મારી જવાબદારી હતી.
યોગી સરકારમાં મંત્રી અસીમે વધુમાં જણાવ્યું હતું, ડો. સાહેબ પાસે માત્ર એક જ કાર હતી-મારૂતિ ૮૦૦, જે પીએમ હાઉસમાં ચમકતી બ્લેક બીએમડબલ્યુ પાછળ પાર્ક કરેલી રહેતી હતી. મનમોહનસિંઘ મને વારંવાર કહેતા હતા- અસીમ, મને આ કારમાં મુસાફરી કરવાનું પસંદ નથી, મારી કાર આ (મારૂતિ) છે. હું સમજાવું છું કે સાહેબ, આ કાર તમારી લકઝરી માટે નથી, તેના સિકયુરીટી ફીચર્સ એવા છે કે જેના માટે એસપીજીએ તેને લીધી છે. પરંતુ જયારે પણ તેમની ગાડી મારૂતિ સામેથી પસાર થતી ત્યારે તેઓ હંમેશા મારૂતિને મનભરીને જોતા જાણે પોતાનો સંકલ્પ રીપીટ કરી રહ્યા હોય કે હું મિડલકલાસ વ્યકિત છું અને સામાન્ય માણસની ચિંતા કરવાનું મારૃં કામ છે. કરોડોની કિંમતની કાર પીએમની છે, મારી તો આ મારૂતિ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial