Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૭: દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા બે દિવસ માટે ધો. ૬ થી ૧ર સુધી વિદ્યાર્થીઓ માટે મુન કોન્ફરન્સ યોજાઈ હતી. આ ગતિશીલ અને બૌદ્ધિક રીતે સમૃદ્ધ બનાવતી મુન કોન્ફરન્સએ યુવા વર્ગને અર્થપૂર્ણ ચર્ચામાં જોડાવા અને વૈશ્વિક મુદ્દાઓની ઉંડી સમજણ વિકસાવવા માટેનું પ્લેટફોર્મ પુરૂ પાડયું હતું. મુજબ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારી દ્વારા તેને વધુ ઉન્નત અને તેજસ્વી બનાવવામાં મદદ કરી હતી. સાથે સાથે તેમના સુક્ષ્મ યોગદાનોએ ચર્ચાઓને ખૂબ સમુદ્ધ બનાવી હતી.
મુન કોન્ફરન્સનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય મુત્સદીગીરી, વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા કરવા અને નેતૃત્વ કૌશલ્ય વિકસાવવા માટેનું પ્લેટફોર્મ પુરૂ પાડવાનો હેતુ સિદ્ધ થયો હતો. આબોહવા પરિવર્તનથી લઈને વૈશ્વિક સુરક્ષા અને આર્થિક વિકાસ સુધીના વિષયો સાથે સમિતિઓની રચના સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય સંસ્થાઓ જેવી આબેહૂબ રચના કરવામાં આવી હતી. પ્રતિનિધિઓએ નોંધપાત્ર સંશોધન અને જાહેરમાં બોલવાની કુશળતા દર્શાવી હતી, આ સાથે જ વિવિધ રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સાથે સાથે સારી રીતે માહિતી સભર દીલીલો રજુ કરી હતી.
ડીપીએસજે અને સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચેનો સહયોગ અને પરસ્પર શિક્ષણની ભાવનાને ઉત્કૃષ્ટ પ્રતીતિ પૂરી પાડી છે. સમાપન સમારોહ સાથે ઈવેન્ટનું સમાપન થયું હતું. જ્યાં ઉત્કૃષ્ટ કલાકારોએ તેમની કલાકૃતિઓ રજુ કરી હતી.
ડીપીએસજે મુન ર૦ર૪એ માત્ર એક શૈક્ષણિક કવાયત જ ના હતી. પરંતુ તે પર એક પરિવર્તનકારી અનુભવ હતો. જેણે વિદ્યાર્થીઓને વિચારશીલ નેતાઓ અને સક્રિય ચેન્જમેકર્સ બનવા માટે સશક્તિકરણ પૂરૂ પાડયું હતું. જે તેમને આવતીકાલના પડકારોનો ઝીલવા માટે સશક્ત બનાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial