Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય બેને ઈજાઃ ટેન્કર સ્થળ પરથી પલાયનઃ
જામનગર તા. ૨૭: જામનગરના લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે આજે સવારે ત્રિપલ સવારી બાઈકને એક અજાણ્યું ટેન્કર ઠોકર મારીને નાસી ગયું છે. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા મહિલાનું મૃત્યુ નિપજ્યંુ છે અન્ય બેને ઈજા થઈ છે. હિટ એન્ડ રનના આ બનાવની પોલીસે તપાસ શરૂ કરી છે.
જામનગરના લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે આવેલા જીઆઈડીસી ફેસ-ર પાસે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી થોડે જ દૂર આજે સવારે પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો. એક બાઈક પર કાંતિભાઈ રાઠોડ નામના સતવારા યુવાન તથા તેમના પત્ની ચંપાબેન (ઉ.વ.૪૦) અને તેમના એક સંબંધી ત્રિપલ સવારીમાં પસાર થતાં હતા.
આ વેળાએ એક અજાણ્યું ટેન્કર પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું તેના ચાલકે બેદરકારીથી ડ્રાઈવીગ કરી આગળ જતાં બાઈકને હડફેટે લીધુ હતું. જેના પગલે કાંતિભાઈ, ચંપાબેન તથા અન્ય વ્યક્તિ રોડ પર પછડાયા હતા.
આ અકસ્માતમાં ચંપાબેનના માથા પરથી ટેન્કરનું તોતિંગ વ્હીલ ફરી વળતા ગંભીર ઈજા પામેલા તે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બાઈક ચલાવી રહેલા કાંતિભાઈ તથા અન્ય વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. અકસ્માતની જાણ થતાં પોલીસ તથા ૧૦૮ ધસી આવ્યા હતા. એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત પછી મૃતક મહિલાનો પગ મોટરસાયકલના ટાયરમાં વિચિત્ર રીતે ફસાઈ ગયો હતો તેને કાઢવા માટે ફાયરબ્રિગેડની ટૂકડી પણ દોડી આવી હતી. અકસ્માત સર્જી ટેન્કરચાલક ફૂલસ્પીડમાં સ્થળ પરથી નાસી છૂટ્યો છે. પોલીસે હિટ એન્ડ રનના બનાવ અંગે ફરિયાદ નોંધવા અને ટેન્કરચાલકને શોધી કાઢવા તજવીજ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial