Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અઢી ડીગ્રીના વધારા સાથે
જામનગર તા. ૧૮:જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અઢી ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧પ.પ ડીગ્રી નોંધાયું હતું. તેજીલા વાયરાઓના પગલે ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો.
જામનગરમાં શનિવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાકના તાપમાનના આંકડા બાજરા સંશોધન કેન્દ્ર તરફથી પ્રાપ્ત થયા હતાં જેમાં અઢી ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧પ.પ ડીગ્રી અને અડધો ડીગ્રી વધીને મહત્તમ તાપમાન રપ.પ ડીગ્રી નોંધાયું હતું.
પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. તાપમાનમાં વધારો થયો છે, પ રંતુ વેગીલા વાયરાઓના પગલે ગઈકાલે પણ ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. શહેરી વિસ્તારની સરખામણીમાં નગરસિમ અને ગ્રામ્ય વિસ્તારો તથા ધોરીમાર્ગો પર ઠંડીનું પ્રમાણ વધારે રહેતા લોકો ધ્રૂજી ઊઠ્યા હતાં. છેલ્લા ચોવીસ કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ સાત ટકા વધીને ૬૭ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial