Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આયા અને પત્નીના નિવેદનો નોંધાયા
મુંબઈ તા. ૧૮:સૈફ અલી ખાન પર હુમલો કરનાર ચોરીના નહીં, પણ હુમલો કરવાના ઈરાદાથી જ આવ્યો હોવાનો ખુલાસો કરીના કપૂર અને આયાના નિવેદનો પછી થયો છે.
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. આયા પછી હવે કરીના કપૂરે પોતાનું નિવેદન નોંધાવ્યું છે. આ દરમિયાન કરીના કપૂરે ઘણાં ખુલાસા કર્યા છે. કરીનાએ બાન્દ્રા પોલીસને જણાવ્યું કે, સૈફે એકલાએ જ હુમલાખોરનો સામનો કર્યો હતો. તેણે ઘરની બધી મહિલાઓને બિલ્ડિંગના ૧ર મા માળે મોકલી દીધી હતી. જો સૈફ વચ્ચે ન પડ્યો હોત તો કંઈ૫ણ થઈ શક્યું હોત.
કરીનાએ પોલીસને જણાવ્યું કે, જ્યારે હુમલો થયો ત્યારે સૈફે બાળકો અને મહિલાઓને ૧ર મા માળે મોકલી દીધા હતાં. સૈફે મહિલાઓ અને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો. સૈફ વચ્ચે આવ્યો તો હુમલાખોર જ્હાંગીર (સૈફ-કરીનાનો નાનો પુત્ર) સુધી પહોંચી ન શક્યો. હુમલાખોરે ઘરમાંથી કંઈ વસ્તુની ચોરી નથી કરી, પરંતુ તે ખૂબ જ આક્રમક હતો. તેણે સૈફ પર ઘણીવાર હુમલો કર્યો. હુમલા પછી હું ડરી ગઈ હતી તેથી કરિશ્મા મને તેના ઘરે લઈ ગઈ હતી.
આ પહેલા સૈફ-કરીનાના બાળકો તૈમુર-જેહની આયાએ જણાવ્યું હતું કે, હુમલાના દિવસે ખરેખર શું થયું હતું? આયાએ જણાવ્યું કે, હું છેલ્લા ૪ વર્ષથી તેમના ઘરમાં કામ કરી રહી છું. ૧પ જાન્યુઆરીની રાત્રે ર વાગ્યે હું એક વિચિત્ર અવાજ સાંભળીને જાગી ગઈ. બાથરૂમની લાઈટ ચાલુ હતી, જ્યારે હું જોવા ગઈ ત્યારે એક વ્યક્તિ બહાર આવ્યો. તે જેહ પાસે જઈ રહ્યો હતો. આ જોઈને હું ઝડપથી તેની પાસે ગઈ તો તેણે આંગળીથી ઈશારો કરીને મને અવાજ ન કરવા કહ્યું. જ્યારે મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે મારા પર હુમલો કરી દીધો. તેણે એક કરોડ રૂપિયાની માંગણી કરી. અવાજ સાંભળીને સૈફ અને કરીના દોડી આવ્યા, પરંતુ આરોપીએ સૈફ પર પણ હુમલો કરી દીધો. આ ઘટનામાં સૈફને ઘણી જગ્યાએ ઈજા પહોંચી હતી.
ગુરુવારે રાત્રે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાખોરે છરીથી હુમલો કર્યો હતો અને તેમને ગંભીર ઈજા થઈ હતી. સૈફ અલી ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સફળ સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટરોએ લગભગ ૬ કલાકની સર્જરી કરી અને છરીનો ર.પ ટૂકડો કાઢી નાખ્યો હતો. ડોક્ટરોનું કહેવું છે કે, જો ઘા ર મીમી ઊંડો હોત તો સૈફ અલી ખાનને લકવો થઈ શક્યો હોત.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial