Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંચાલકો ફરારઃ તપાસના આદેશ
રાજકોટ તા. ૧૮:રાજકોટમાં વધુ એક પોન્ઝી કૌભાંડ થયું હોવાના અહેવાલો છે. કરોડો રૂપિયાના આ કૌભાંડમાં ૮૦૦૦ લોકોના નાણા ફસાયા હોવાનું જાણવા મળે છે.
એક તરફ ગુજરાતમાં હાલમાં બીઝેડ ગ્રુપના કૌભાંડની ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે અને સીઆઈડી ક્રાઈમ આ ઘટનાને લઈ તપાસ કરી રહી છે, હજી એક કૌભાંડને તો લોકો ભુલી નથી શકયા ત્યાં બીજું કૌભાંડ સામે આવ્યું હોય તેવી ગંધ રાજકોટમાં વર્તાઈ છે. બ્લોકઆરા કંપનીએ ૩૦૦ કરોડનું પોન્ઝી કૌભાંડ કર્યુ હોવાના આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે.
સમગ્ર ઘટનામાં વાત સામે આવી છે કે, રાજકોટની બ્લોકઆરા કંપની દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે જેમાં ભોગ બનનારાઓએ ૮૦૦૦ લોકોના નાણા ફસાયા હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે અને તે લોકોએ પોલીસ કમિશનરને રજૂઆત પણ કરી છે. રોકાણકારો દ્વારા ૪ લાખના રોકાણ સામે રોજ ૪ હજાર વળતરની લાલચ આપવામાં આવતી હોવાનો આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે તો હાલમાં સંચાલકો પણ ફરાર થઈ ગયા છે.
સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો પોલીસ કમિશનરે પણ આ બાબતને લઈ તપાસના આદેશ આપ્યા છે સાથે સાથે કંપનીના સંચાલકો દ્વારા રૂપિયા આપવાનું બંધ કર્યુ ત્યારે અરજદારો કંપની પર ગયા ત્યારે વાત સામે આવી કે સંચાલકો તો કંપની બંધ કરીને ફરાર થઈ ગયા છે. આ કૌભાંડમાં ભોગ બનનારા રાજકોટના મુલતાની મોહસીન રસીદભાઈ નામના અરજદારે પોલીસ કમિશનરમાં અરજી કરી છે અને સુરતના કોઈ પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો છે.
જેમાં બ્લોક આરા કંપનીના ટીબીએસી કોઈનમાં રોકાણ કરવાની સ્કીમ જણાવી હતી. આ સ્કીમમાં રોકાણ કરવાથી રોજ સારૃં વળતર મળે છે. ત્યારબાદ કંપનીની ઝુમ મિટિંગ તથા મુંબઈ સ્થિત સહારા સ્ટાર હોટલમાં યોજેલ મોટી મિટિંગના વીડિયો બતાવ્યો હતો. તે પછી અનેક લોકોએ તેમની સ્કીમમાં રોકાણ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial