Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાં સ્કૂટર પર બેસી મોબાઈલમાં વર્લીના આંકડા લખતા બે શખ્સ ઝબ્બે

દરબારગઢ પાસેથી બે વર્લીબાજ પકડાયાઃ

જામનગર તા.૧૮ :જામનગરના દરબારગઢ સર્કલ પાસે ગઈકાલે સાંજે વર્લીનું બેટીંગ લેતા બે શખ્સ ઝડપાયા છે. જયારે કાલાવડમાંથી બે વર્લીબાજને એલસીબીએ દબોચી લીધા છે.

જામનગરના દરબારગઢ સર્કલ પાસે ફૂલની એક દુકાન નજીક ગઈકાલે સાંજે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા સલીમ મામદ દાલુ, સલીમ અલીમામદ દાલુ નામના બે શખ્સને સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી પાડી રૂ.૧૮૧૦, વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરી છે.

કાલાવડ શહેરમાં કબ્રસ્તાન વાળા રસ્તા પર પાણીના ટાંકા પાસે ગઈકાલે સાંજે બે શખ્સ મોબાઈલમાં વર્લીના આંકડા લખતા હોવાની વિગત મળતા દોડી ગયેલા એલસીબીના સ્ટાફે ત્યાંથી કાલાવડના કોઠા ભાડુકીયા રોડ પર ઝમઝમ સોસાયટીમાં રશીદ હારૂન બાનાણી તથા ઈમરાન ઈકબાલ બાનાણી નામના બે શખ્સને પકડી લઈ રૂ.૨૨૪૦ રોકડા, એક મોબાઈલ, રૂ.૪૦ હજારનું સ્કૂટર કબજે કરી બંને સામે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh