Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ર૪-જાન્યુઆરીના સૂર્યમંડળના ૬ ગ્રહોની પરેડનો અદ્ભૂત નજારો

ટેલિસ્કોપ દ્વારા નરી આંખે નિહાળી શકાશે

જામનગર તા. ૧૮:જામનગરના નભો મંડળમાં આગામી તા. ર૧-જાન્યુઆરીથી ૩૧-જાન્યુઆરી સુધી સૂર્યમંડળના ગ્રહોની એકી સાથે પરેડ ઓફ પ્લેનેટનો અદ્ભૂત નજારો નિહાળી શકાશે. અને આગામી તા. ર૪મી જાન્યુઆરીના સાંજે ૭.૦૦ વાગ્યાથી ૯.૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આ ખગોળીય ઘટના નરી આંખે તેમજ ટેલિસ્કોપની મદદથી પણ જોઈ શકાશે. જામનગરના પ્રદર્શન મેદાનમાં સાંજે ૭.૦૦ વાગ્યાથી ૯.૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન ગુજકોષ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ - ધ્રોલ સંચાલિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર - ધ્રોલ તેમજ ખગોળી મંડળ, જામનગરના સંયુક્ત ઉપક્રમે નગરની ખગોળ પ્રેમી જનતા માટે પ્લેનેટ નિદર્શનનો કાર્યક્રમ યોજાયો છે. જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

પશ્ચિમ દિશામાં કુંભ રાશિમાં શુક્ર અને શનિ, મધ્ય આકાશમાં વૃષભ રાશિમાં ચમકતા ગુરૂનો ગ્રહ અને પૂર્વ ક્ષિતિજ પાસે મિથુન રાશિમાં મંગળનો લાલ ગ્રહ નરી આંખે ટેલિસ્કોપ વગર જોઈ શકાશે.

આ બધા ગ્રહો સૂર્યથી લાખો અને કરોડ કિ.મી. દૂર હોવા છતાં પૃથ્વી ઉપરથી લગભગ એકજ રેખામાં અને એકજ લાઈનમાં જોઈ શકાય છે. નેપચ્યુન મીન રાશિમાં યુરેનશ મેષ રાશિમાં સૂર્યથી અતિ દૂર હોય, નરી આંખે જોઈ શકાય નહીં. આ સમયે મંગળનો ગ્રહ પૃથ્વી અને સૂર્યની બરાબર વચ્ચે હોવાથી વધુ ચમકતો દૃશ્યમાન થશે. ગુરૂ ગ્રહના ચાર ચંદ્ર, શુક્રની કળા અને વલય વગરનો શનિનો ગ્રહ ટેલિસ્કોપથી જોઈ શકાશે.

૮-માર્ચ બાદ બુધનો ગ્રહ આ પ્લેનેટ પરેડના નિદર્શન માટેનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, અને ચારથી વધુ ટેલિસ્કોપ ગોઠવીને તેનું નિદર્શન યોજાયું છે. જેનો તમામ ખગોળપ્રેમી જનતાએ લાભ લેવા અનુરોધ કરાયો છે. તેમ કિરીટ શાહ, ખગોળ મંડળ, જામનગરની યાદીમાં જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh