Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૮ :જામનગરના એક આસામીએ બેંકમાંથી ફાસ્ટટેગ મેળવ્યા પછી તે ફાસ્ટટેગે કામ કરવાનું અચાનક બંધ કરતા અને તેના કારણે આ આસામીએ બમણો ટોલટોક્સ ભરવો પડતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના કનકસિંહ બી. જાડેજા નામના આસામીએ પોતાની મોટર માટે એસબી આઈમાંથી ફાસ્ટટેગ ઈસ્યુ કરાવ્યું હતું. તેમાં રૂ.૩૦૦ બેલેન્સ રાખવામાં આવી હતી. તેમ છતાં ખંભાળિયા ધોરીમાર્ગ પર જ્યારે તેઓની મોટર પહોંચી ત્યારે ટોલનાકા પર લો બેલેન્સનો મેસેજ આવ્યો હતો અને ટોલ કપાયો ન હતો તેથી તેઓએ રૂ.૧૦૦નું તાત્કાલિક રિચાર્જ કરાવ્યું હતું. આમ ફાસ્ટટેગમાં રૂ.૪૦૦ થયો હોવા છતાં ટોલ કપાયો ન હતો. તેના કારણે કનકસિંહે રૂ.૧૦૫ના બદલે રૂ.૨૧૦ ચૂકવવા પડ્યા હતા અને આ પ્રક્રિયામાં ૩૦ મિનિટ બગડી હતી. તે જ રીતે રીબડા પાસે ટોલનાકા પર પણ ટોલટેક્સ કરાયો ન હતો તેથી ફાસ્ટટેગ ચાલતું ન હોવાના કારણે કનકસિંહને મુશ્કેલી વેઠવી પડી હતી. તેઓએ ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ ગિરીરાજસિંહ જાડેજા, વિશ્વ જીતસિંહ જાડેજા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial