Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંબાણી દંપતીને ખાસ સીટઃ કેન્ડલ લાઈટ ડીનર
મુંબઈ તા. ૧૮:ભારતની સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમની પત્ની ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે અમેરિકા જશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર આ જાણકારી ટ્રમ્પના શપથગ્રહણ કાર્યક્રમ સાથે જોડાયેલા એક અધિકારીએ આપી હતી. અંબાણી ૧૮ જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસી પહોંચશે.
અહેવાલ મુજબ શપથગ્રહણ સમારોહમાં અંબાણી દંપતીને ખાસ સીટ મળશે. તેઓ ટ્રમ્પ કેબિનેટના નામાંકિત સભ્યો અને ચૂંટાયેલા અધિકારીઓ સાથે બેસશે.
આ ઉપરાંત કેબિનેટ સ્વાગત સમારોહ અને ઉપરાષ્ટ્રપતિનું ડીનર પણ હશે, જેમાં અંબાણી પરિવાર હાજરી આપશે. નીતા અને મુકેશ અંબાણી ૧૯ જાન્યુઆરીની રાત્રે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વાઈસ પ્રેસિડેન્ટ જે. ડી. વેન્સ સાથે કેન્ડલલાઈટ ડીનરમાં હાજરી આપશે.
ઉલ્લેખનીય છે કે, ર૦મી જાન્યુઆરીના યોજાનારા સૂચિત શપથગ્રહણ દરમિયાન ટ્રમ્પ અમેરિકાના ૪૭મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ પહેલા તેઓ ર૦૧૭ થી ર૦ર૧ વચ્ચે ૪પમા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી ચૂક્યા છે.
અહેવાલો મુજબ શપથગ્રહણમાં ૩ પૂર્વ રાષ્ટ્રપતિ હાજર રહેશે. મિશેલ ઓબામા નહીં આવે ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ જો બાઈડન, તેમના પત્ની જીલ બાઈડન, કાર્યકારી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તેમના પતિ ડગ એમહોફ હાજર રહેશે.
જો કે છેલ્લી વખત ટ્રમ્પે બાઈડનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લીધો નહોતો. અમેરિકાના ૧પ૦ વર્ષના ઈતિહાસમાં આવું કરનાર તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ હતાં. ટ્રમ્પની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિની જવાબદારી તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે નિભાવી હતી.
આ વખતે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, જ્યોર્જ ડબલ્યુ. બુશ, તેમના પત્ની લૌરા બુશ અને બિલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટન પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર હોવાનું કહેવાય છે. મિશેલ ઓબામા સમારોહમાં હાજર રહેશે નહીં.
અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં વિદેશી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે, હંગેરીના વિક્ટર ઓર્બાન, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી હાજર રહેશે.
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર ઉપરાંત ક્યુયુએડી દેશોના વિદેશમંત્રીઓ પણ હાજર રહેશે. ઈલોન મસ્ક ઉપરાંત અમેરિકન ઉદ્યોગપતિઓમાં જેફ બેઝોસ, માર્ક ઝકરબર્ગ અને સેમ પોલ્ટમેન હાજર રહી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial