Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગેરકાયદે ૩૮૪ રહેણાક, ૮ કોમર્શિયલ તથા ૧૧ અન્ય દબાણ પર ફર્યું બુલડોઝર
ખંભાળિયા તા. ૧૮:બેટદ્વારકામાં ૭ દિ'માં રૂ. ૬ર.૭ર કરોડની ૧.ર૧ લાખ ચો.મી.થી વધુ જમીન દબાણો હટાવીને ખુલ્લી કરાવાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટદ્વારકામાં ગત્ તા. ૧૧-૧-ર૦રપ થી શરૂ થયેલ મેગા ડિમોલિશન જે દબાણ હટાવોનું દ્વારકા જિલ્લાનું અત્યાર સુધીનું સૌથી મોટું અને રેકોર્ડ ડિમોલિશન હતું જેથી બેટદ્વારકામાં કામગીરી મહદ્ અંશે ગઈકાલે પૂર્ણ થઈ ગઈ હતી.
ગઈકાલે હનુમાન દાંડી રોડ તથા નજીકના વિસ્તારોમાં કુલ આઠ રહેણાંક દબાણોમાં ૭૬૧૪ ચો.મી. જગ્યા ખાલી કરવામાં આવી હતી. તેની બજાર કિંમત ૩.૬૧ કરોડની થાય છે. જેમાં રહેણાંક મકાનો જ ગઈકાલે દબાણ હટાવવામાં આવ્યા હતાં.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ કુમાર પાંડે, પ્રાંત અધિકારી આઈ.એ.એસ. અમોલ આવરે તથા ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ, દ્વારકા મામલતદાર તથા ઓખા ચીફ ઓફિસર શુક્લાની આગેવાનીમાં બેટદ્વારકામાં તા. ૧૧/૧ થી ૧૭/૧ સુધીમાં દબાણ હટાવોની રેકોર્ડ કામગીરી પૂર્ણ થઈ હતી. જેમાં સાત દિવસમાં ૩૮૪ રહેણાંક મકાનો, ૧૩ અન્ય તથા ધાર્મિક દબાણો, નવ કોમર્શિયલ મળીને ૪૦ દબાણો જેમાં ૧ર૧ ૭૪૬ ચો.મી.ની ૬ર,૭ર, ૯૭,૦૦૦ બાસઠ કરોડ બોંતેર લાખ ૯૭ હજારની કિંમતની જમીન ખાલી થઈ છે જે રેકોર્ડ છે.
દેવભૂમિ દ્વારકા જિલલા પોલીસ વડા નીતેશ પાંડે કે જેમણે ર૦રર માં બેટદ્વારકામાં તથા ર૦ર૩ માં હર્ષદ ગાંધવી નાવદરામાં મેગા ઓપરેશનો કર્યા હતાં તથા રાજ્યમાં અન્ય દરિયાઈ તટ જિલ્લાઓમાં ડિમોલિશનમાં વિવાદ થતા નિષ્ફળ ગયું ત્યારે દ્વારકા જિલ્લામાં સફળ રહ્યું હતું. તા. ૧૧/૧ ના શરૂઆતથી જ જિલ્લા પોલીસ વડા દ્વારા ચૂસ્ત કડક બંદોબસ્ત, યાત્રાળુ માટે પણ દર્શન બંધ. લોકોને ઘરમાં જ રહેવાનું તથા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ખૂબ જ સુંદર કામગીરી થઈ હતી તથા દ્વારકા પ્રાંત અધિકારી આઈ.એ.એસ. અમોલ આવરે દ્વારા પણ નોટીસ પ્રક્રિયા તથા રોજ ચેકીંગ અને જમીનોની માલિકીની તપાસણી વિગેરે કર્યા પછી દબાણ હટાવની કામગીરી થઈ હતી તથા ચાર દિવસ પછી બેટદ્વારકા હનુમાન દાંડી યાત્રિકોને પૂર્વવત ચાલુ રાખીને પણ કરોડોનું રોજ ડિમોલિશન કરવાની અનોખી સફળતા પણ પ્રાપ્ત કરી છે.
હવે પછી સૂરજકરાડી, ઓખા તથા બાકીના બેટના વિસ્તારોનું ડિમોલિશન?
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટદ્વારકામાં ૬ર.૭ર કરોડના જમીન દબાણો હટાવાયા પછી નવું ડિમોલિશન ઓખા શહેર તથા ઓખા પાલિકા વિસ્તારના સૂરજકરાડી વિસ્તારમાં શરૂ થશે તેમ જાણવા મળેલ છે તથા બેટમાં બાકી રહી ગયેલ દબાણો પણ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવશે.
કાટમાળના ઢગલાનો વીડિયો વાયરલ
બેટ દ્વારકામાં સાત દિવસમાં ૧ લાખ ર૧ હજાર ચો.મી.થી પણ વધુ જમીનો ખાલી કરીને ૬ર.૭ર કરોડની બજાર કિંમતની સરકારી, ગૌચરની જમીનો ખાલી થતાં ટમાળ પથ્થર, રેતી કાંકરાના ઢગલા સાથેનો વીડિયો જે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને મૂક્યો હતો તે ભારે વાયરલ થયો છે તથા ટૂંક સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ખાલી થયેલ કરોડોની જમીન લોકોની ઉપયોગીતાના કાર્યમાં લેવામાં આવવાની જાહેરાત પણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial