Advertisement
Author: નોબત સમાચાર

કેન્સરની બીમારીમાં ઘર ઘસાઈ જવાની ચિંતામાં બીજલકા ગામના સર૫ંચનું વિષપાન

વહાણમાં જુનિયર એન્જિનિયરે ખાધો ગળાફાંસોઃ પરપ્રાંતીય યુવાનનો ગળાટૂંપોઃ

જામનગર તા.૧૮ :ધ્રોલ તાલુકાના બીજલકા ગામના સરપંચે પોતાને વળગેલી કેન્સરની બીમારીથી પોતાનું ઘર ઘસાઈ જશે તેવી ચિંતામાં ઝેરી દવા પી લીધા પછી તેઓનું મૃત્યુ નિપજયું છે. જ્યારે એરફોર્સ ગેઈટ નજીક વસવાટ કરતા મૂળ પંજાબના એક યુવાને ગઈકાલે અકળ કારણથી પંખાના હુંકમાં પ્લાસ્ટિકનો વાયર બાંધી ગળા ટૂંપો ખાઈ લીધો છે. દરિયામાં તરતી એક શીપમાં જુનિયર એન્જિનીયરે ટુવાલ વડે ગળા ફાંસો ખાઈ લીધો છે. પોલીસે ત્રણેય બનાવની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

ધ્રોલ તાલુકાના બીજલકા ગામમાં રહેતા અને સરપંચ તરીકે સેવા આપતા જયસુખ ભાઈ નરશીભાઈ મુંગરા નામના ૪૭ વર્ષના પટેલ યુવાનને કેન્સરની બીમારી ડીટેક્ટ થઈ હતી. તેમની સારવાર માટે પરિવાર દ્વારા પ્રયત્ન કરાતા હતા. તે દરમિયાન હોસ્પિટલના ખર્ચમાં પોતાના ઘરની બચત ધોવાઈ જશે તેવી બાબત મનમાં લાગી આવતા આ સરપંચે ગઈકાલે સવારે પોતાના ખેતરે જઈ કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલા સરપંચનું મૃત્યુ નિપજ્યું છે. તેમના નાનાભાઈ ધીરજભાઈએ પોલીસને જાણ કરી છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ પાસે એરફોર્સ ગેઈટ નજીક વાયુસેના રોડ પર રહેતા મૂળ પંજાબના ગુરૂદાસપુર જિલ્લાના વતની અજય વિલિયમ મસીહ (ઉ.વ.૩૪) નામના યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરમાં રસોડામાં જઈ ત્યાં રહેલા પંખાના હુંકમાં પ્લાસ્ટિકનો વાયર બાંધી કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું વિજયભાઈ વિઠ્ઠલભાઈ ડોબરીયાએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના સિક્કાના દરિયાકાંઠે એન્કરીંગ પોઈન્ટથી દરિયામાં ૩૫ કિમી દૂર એમટી હાઈટાઈડ નામની શીપમાં જુનિયર એન્જિનિયર તરીકે રહેલા મૂળ તામિલનાડુ રાજ્યના ગુનાસેકરન સંથના ભારથી (ઉ.વ.૩૦) નામના યુવાને ગયા બુધવારની રાત્રિના દસ વાગ્યાથી ગુરૂવારની સવાર સુધીમાં કોઈ કારણસર ટુવાલ વડે શીપમાં આવેલી સીડીમાં ગળાટૂંપો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં આ શીપના કર્મચારી મુસાભાઈ યુસુફભાઈ હોલીએ પોલીસને જાણ કરી છે. બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh