Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યુવરાજ અજયસિંહ જાડેજાએ શરૂ કરાયેલી ટુર્નામેન્ટમાં ૧૭ મેચ સંપન્નઃ ટ્રોફી એનાયત

ગુજરાત આયુર્વેદ યુનિવસિર્ટીના ૫૯મા સ્થાપના દિનની ઉજવણી હેઠળ

જામનગર તા. ૧૮:ગુજરાત  આયુર્વેદના જ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે છેલ્લા ૫૯ વર્ષથી સતત કાર્યરત, વિશ્વની સૌથી પહેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ આ વર્ષે પોતાના ૫૯માં સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી. આ ઉજવણી ૫ જાન્યુઆરી, ૨૦૨૫ રવિવારના ક્રિકેટ ટુર્નામેન્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે શરૂ થઈ હતી. જે તારીખ ૮-૧-૨૦૨૫ના ફાઇનલ મેચ સાથે ૫ૂર્ણાહુતિ થઈ હતી.

જામનગર શહેર અને રાજવી પરીવાર સાથે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના તાણાવાણા જોડાયેલા છે. જામસાહેબના માર્ગદર્શન સાથે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દેશ-વિદેશમાં પોતાના વિદ્યાર્થીઓ-શિક્ષકો-સંશોધકો દ્વારા ભારતના આ અદ્વિતીય જ્ઞાનને પ્રસરાવી રહી છે, ત્યારે યુનિવર્સિટીના સ્થાપના દિવસે મુખ્ય મહેમાન તરીકે યુવરાજ અજયસિંહજી જાડેજા (ભૂતપૂર્વ ક્રિકેટર અને જામનગર રાજપરિવારના સભ્ય)એ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું.

તારીખ ૯-૧-૨૫ના આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી. યુનિવર્સિટી સંલગ્ન ૩૧ કોલેજીસમાંથી ૧૮ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીઘો હતો. ૧૮ ટીમો વચ્ચે કુલ ૧૬ મેચ રમાડવામાં આવી હતી, જેમાંથી ફાઈનલમાં મુરલીધર આયુર્વેદ કોલેજ, રાજકોટ તથા શ્રી જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ, ગોધરા વચ્ચે રમાઇ હતી. જેમાંથી મુરલીધર આયુર્વેદ કોલેજની ટીમ વિનર બની હતી. આ ઉપરાંત, આઈટીઆરએ સાથે એક ફ્રેન્ડલી મેચ પણ રમાડવામાં આવી હતી.

મૂળે ક્રિકેટ ટુર્નામેન્ટથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદની સાથે સાથે સ્પોર્ટમેન સ્પિરિટનો વધારો થાય, તે આશયથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આ ફાઇનલ મેચમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો. મુકુલ પટેલ, ગુજરાત આયુર્વેદ સોસાયટીમાંથી  કિર્તીભાઈ ખોખરીયા તથા આઈટીઆરએના ડિરેક્ટર બી.જે.પટગિરી તથા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણના ડિરેક્ટર એચ.પી.ઝાલા ઉપસ્થિત રહૃાા હતા.

વિજેતા ટીમને સર્ટીફિકેટ તથા ટ્રોફી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓની આ જીતને બિરદાવતા કુલપતિ ડો. મુકુલ પટેલે જણાવ્યુ હતું, 'આ ટુર્નામેન્ટ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આયોજીત કરવામાં આવી હતી. રમતગમતની ભાવના અને સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે આ ટુર્નામેન્ટ યોજીને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ધન્યતા અનુભવે છે. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને અમે ખૂબ જ અભિનંદન પાઠવીએ છીએ.' આ ઉપરાંત, તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે 'આયુર્વેદનું મૂલ્ય અને તેના આ ભવ્ય વારસાને સામાન્ય જીવનમાં વણી લેવાના પ્રયાસ સાથે જ્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રતિબદ્ધ છે, ત્યારે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પણ તે જ દિશામાં આગળ વધીને પોતાના પ્રયત્નો કરી રહી છે.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh