Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરીના ગુન્હામાં ધ્રોલના આસામીને પુરવણી બીલની ત્રણ ગણી રકમનો દંડ

અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવ્યાઃ

જામનગર તા.૧૭ :ધ્રોલના એક આસામીના મકાનમાં છ વર્ષ પહેલાં વીજ કંપનીના અધિકારીઓએ ચેકીંગ કરી ઘર પાસેથી પસાર થતી વીજલાઈનમાંથી વીજ પુરવઠો મેળવી વપરાશ કરાતો હોવાનું શોધી કાઢી બીલ ફટકાર્યું હતું અને વીજચોરી અંગે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી રૂ.રપ હજારના જામીન તથા જાત મુચરકા પર એક વર્ષનું પ્રોબેશન આપ્યું છે અને બીલની ત્રણ ગણી રકમ ભરપાઈ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

ધ્રોલ શહેરમાં ગાયત્રીનગર સ્થિત પ્લોટ વિસ્તારમાં રહેતા ફારૂક ગફારભાઈ જુણેજા નામના આસામીના મકાનમાં વીજ કંપનીના અધિકારીઓએ ચેકીંગ કરતા આ આસામી પાસે વીજ મીટર ન હોવા છતાં તેઓ ઘરની પાસેથી પસાર થતી વીજ લાઈનમાં સર્વિસ વાયર જોડી વીજળી વાપરતા મળી આવ્યા હતા. તેઓની સામે ઈલેકટ્રીક સિટી એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુન્હો નોંધી રૂ.૪૯૨૬.૫૧નું બીલ આપવામાં આવ્યું હતું.

તે કેસ ધ્રોલની અદાલતમાં રજૂ થયા પછી વર્ષ ૨૦૨૧માં તે કેસ જામનગરની અદાલતમાં ટ્રાન્સફર થયો હતો. તે કેસ ચાલવા પર આવતા અદાલતે આરોપી ફારૂક ગફારભાઈ જુણેજાને તક્સીરવાન ઠરાવી એક વર્ષના પ્રોબેશન પર રૂ.રપ હજારના જામીન તથા જાત મુચરકા પર મુક્ત કરવાનો અને વીજબીલની ત્રણ ગણી રકમ ૩૦ દિવસમાં ભરપાઈ કરવાનો હુકમ કર્યાે છે. તે રકમ ભરવામાં ન આવે તો છ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે. સરકાર તરફથી પીપી પિયુષ પરમાર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh