Advertisement
Author: નોબત સમાચાર

પુરાવાનો નાશ અને મનુષ્યવધના ગુન્હામાં બે આરોપીની જામીન અરજી રખાઈ મંજૂર

જોડિયાના ખીરી ગામમાં શ્રમિકનું થયું હતું મૃત્યુઃ

જામનગર તા.૧૮ :જોડિયાના ખીરી ગામમાં એક ખેડૂતના ખેતરના શેઢે ફેન્સીંગમાં વહેતો વીજ પ્રવાહ એક શ્રમિકને અડકી જતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતદેહને ખેતર માલિકની સૂચનાથી એક શ્રમિક તથા તેની પત્નીએ દૂર ફેંકી દીધો હતો. તે બાબત પ્રકાશમાં આવતા પોલીસે ગુન્હો નોંધી ખેતર માલિક તથા શ્રમિકની ધરપકડ કરી હતી. આ બને આરોપીને જામીન પર છોડવામાં આવ્યા છે.

જોડિયા તાલુકાના ખીરી ગામમાં ભાયાભાઈ નારણભાઈ કંડોરીયા નામના ખેડૂતના ખેતરના શેઢે બાંધવામાં આવેલી ફેન્સીંગમાં વહેતા વીજ પ્રવાહને અડકી જતાં લાલુભાઈ સહેપસિંગ અજનાર નામના શ્રમિકનું મૃત્યુ નિપજ્યું હતું.

તે પછી આ ખેતરમાં કામ કરતા કિલુ ભુરસિંગ બુંદેડીયા તથા તેની પત્ની કારીબેને મૃતદેહને દૂર ફેકી દીધો હતો. પોલીસે ખેતર માલિક ભાયાભાઈ તેમજ કાલુ ભુરસિંગની ધરપકડ કરી હતી. આ બંને આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી બંનેને રૂ.રપ-રપ હજારના જામીન પર મુક્ત કર્યા છે. આરોપી તરફથી વકીલ રણમલ કાંબરીયા, અભિષેક નંદા, રવિ કરમુર, હિતેશ ગાગીયા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh