Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના તળાવની પાળે પાબારી હોલ પાસે ઢોરના ત્રાસને કારણે ભારે હાલાકી

દારૂડીયા-જુગારીઓનો અડીંગો જામે છે...

જામનગર તા. ૧૮:જામનગર શહેરની મધ્યમાં તળાવની પાળે પાબારી હોલ પાસે ઢોરના ત્રાસને કારણે ભારે પરેશાની થઈ રહી છે.

આ હોલ પાસે માલધારીઓ લીલુ-ઘાસ વેંચે છે. આ હોલ પાસે દુઃખભંજન મહાદેવ મંદિર હોવાથી ધર્મપ્રેમીઓ માલધારીઓ પાસેથી ઘાસ ખરીદી ઢોરને ખવડાવે છે. આ ઢોર ઘાસચારો વેચનારાના જ હોય છે.

ઢોર અને ઘાસચારાના કારણે હોલ આસપાસ તથા આવવા-જવાના માર્ગ ઉપર સખત ગંદકી અને દુર્ગંધ ફેલાયેલી રહે છે. પાબારી હોલમાં પ્રાર્થના સભા-ઉઠમણાંના સમયે આવતા નગરજનો ઢોરના કારણે ભયમાં રહે છે.

એટલુ જ નહીં આ હોલ પાસે કેટલાંક આવારા તત્ત્વો, જુગારીઓ, દારૂ પીવાવાળા અડીંગો જમાવીને પડીયા પાથર્યા રહે છે. શહેરની મધ્યમાં જ્યાં દરરોજ અસંખ્ય લોકોની અવર-જવર રહે છે તેવા હોલ પાસેથી ઢોર, માલધારીઓ તથા લુખ્ખા માથાભારે શખ્સોનો ત્રાસ દૂર કરવા જમનાદાસ ગોકલદાસ પાબારી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વજુભાઈ પાબારીએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. આ વિસ્તારમાં ઢોરને હાંકી કાઢવા એક વ્યકિતને કાયમી ફરજ સોંપવામાં આવે તેવી માંગણી પણ તેમણે કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh