Advertisement
Author: નોબત સમાચાર

જામનગર એરફોર્સમાં આગામી તારીખ રપ-ર૬ ના સૂર્ય કિરણ ટીમનો એર-શો

આકાશમાં હવાઈદળના રંગબેરંગી વિમાનોનો દિલધડક નજારો જોવા મળશે

જામનગર તા. ૧૮:જામનગમાં આગામી તા. રપ અને ર૬ મીએ એરફોર્સની સૂર્ય કિરણ ટીમ એર-શો રજૂ કરનાર છે.

આકાશમાં એરફોર્સના રંગબેરંગી વિમાનો દ્વારા અવનવા ફોર્મેશન રજૂ કરતી સૂર્ય કિરણ વિમાનની ટીમ આગામી તા. રપ અને ર૬ જાન્યુઆરીના જામનગરમાં એર-શો રજૂ કરનાર છે.

૧૯૯૬ માં સ્થાપયેલી અને એશિયામાં ઈ વિમાનો ધરાવતી એક માત્ર ભારતની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા દેશ-વિદેશમાં ૭૦૦ એર-શો રજૂ કરવામાં આવ્યા છે.

આ ટીમ વાયુસેનાની ક્ષમતાનો પરિચય આપે છે. એરફોર્સની કારકિર્દી પ્રત્યે યુવાઓને પ્રોત્સાહિત કરવા એર-શો ર૦રપ ના પ્રવાસ શેડ્યુલ્ડનો આરંભ ગુજરાતના વડોદરાથી થઈ રહ્યો છે.

વડોદરામાં તા. ર૧, રર દરમિયાન શો યોજાશે. આ પછી તા. રપ અને ર૬ ના જામનગરમાં એર-શો યોજાશે. આ ટીમમાં ૯ હોક (એમકે ૧૩ર) વિમાનો સામેલ કરવામાં વ્યા છે. જે તમામ ભારતીય બનાવટના છે. જે પાંચ મીટર કરતા પણ ઓછા અંતરે અને ખૂબ જ નજીકથી ઊડાન ભરી શકે છે.

ગ્રુપ કેપ્ટન અજય દશરથી અને ડેપ્યુટી લીડર ગ્રુપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિકના નેતૃત્વ હેઠળની ટીમમાં ૧૪ પાયલોટો નિયુક્ત થયા છે.

આ પાયલોટ જટીલ એરોબેટીક દાવપેચમાં માહિર થવા સઘન તાલીમ મેળવે છે. તેમનું કૌશલ્ય અને ભૂલ રહિત સેક્શન નજીકનો ફોર્મેશન ફ્લાઈંગનો પાયો તૈયાર કરે છે.

તેમની ટીમનું નોતૃત્વ વીંગ કમાન્ડટ અભિમન્યુ ત્યાગી કરી રહ્યા છે. જ્યારે ટેલાઈટ લેફટનન્ટ કંવલ સંધુ ટીમના કોમેન્ટેટર છે. એડીમીનસ્ટ્રેટ છે. સ્ક્વોડન લીડર સુદર્શન ટીમના ડોક્ટર છે.

જામનગર પછી તા. ર૯ મીએ નલાયા અને તા. ઘ૧ ના ભૂજમાં પણ એર-શો યોજાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh