Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

પૂર્વ ડેપ્યુટી મેયર કર્યો

જામનગર તા. ૧૮:જામનગર મહાનગર પાલિકાની ભૂગર્ભ ગટર શાખાના નાયબ ઈજનેર હલકી ગુણવત્તાવાળા કામો કરાવી ભ્રષ્ટાચાર કરતા હોવા અંગે ફરિયાદ કરવામાં આવી છે. જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર ગોવિંદ રાઠોડ એ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવે છે કે, ભૂગર્ભ ગટર શાખાના એક જવાબદાર અધિકારી સંબંધિત વિભાગનું કામ નબળી ગુણવતાવાળુ કરાવી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે.

ભૂગર્ભ ગટરની ચેમ્બરોની લંબાઈ, ઉંડાઈ, ઉંચાઈ ઘટાડી દેવામાં આવે છે. અમુક વિસ્તારમાં કામગીરી અધુરી છોડી દેવામાં આવે છે. શરતો મુજબ કામ થતુ નથી, થર્ડ પાર્ટી ઈન્સ્પેકશનમાં પણ અખાડા કરવામાં આવે છે. નાયબ ઈજનેર કયારેય ચાલતા કામની મુલાકાત કરતા નથી માત્ર હલકી ગુણવત્તાનુ કામ થાય છે.

આથી સમગ્ર પ્રકરણની તપાસ કરાવી કસુરવારો સામે કડક પગલા લેવા જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh