Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર પાસે ખડકી દેવાયેલું ધાર્મિક દબાણ હટાવાયું

આરંભડા પાસે પણ થઈ ગયેલું દબાણ દૂર કરાયું:કલેક્ટર તથા એસપીના વડપણ હેઠળ તંત્રની કામગીરી યથાવતઃ

દ્વારકા શહેરના સનસેટ પોઈન્ટ પાસે આવેલા એક ધાર્મિક દબાણને દૂર કરવાની તંત્ર દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી આજ સવારથી શરૂ કરવામાં આવી હતી. રૂક્ષ્મણી મંદિર પાસે આવેલા એક ધાર્મિક દબાણ ઉપરાંત દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પર આવેલા મીઠાપુર નજીકના આરંભડા પાસે પણ પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક સ્થળનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર અમોલ આવટે તેમજ જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના સઘન માર્ગદર્શન હેઠળ ચીફ ઓફિસરના વડપણ હેઠળ વહીવટીતંત્ર તથા પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા ધાર્મિક સ્થળના દબાણો જમીનદોસ્ત કરવાની કાર્યવાહી આરંભાઈ છે. બેટ દ્વારકામાં અનેક દબાણો હટાવાયા પછી હાઈવે પરના દબાણ દૂર કરાઈ રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh