Advertisement
Author: નોબત સમાચાર

નોકરીએ જવાનું કહીને નીકળેલા યુવાન લાપત્તા બની જતાં પોલીસને જાણ કરાઈ

 

જામનગર તા.૧૮ :લાલપુરના પડાણા ગામના એક દેવીપૂજક યુવાન બે મહિના પહેલાં પોતાના ઘરેથી નોકરીએ જવાનું કહીને આધારકાર્ડ તથા ચૂંટણીકાર્ડ સાથે રાખીને નીકળ્યા પછી લાપત્તા બની ગયાની તેમના પિતાએ પોલીસને જાણ કરી છે.

લાલપુર તાલુકાના પડાણા ગામના તલાવડી વિસ્તારમાં રહેતા મંગાભાઈ પૂંજાભાઈ વાઘેલા નામના પ્રૌઢનો પુત્ર મૂળુભાઈ (ઉ.વ.૩૭) ગઈ તા.૫ નવેમ્બરની સવારે પોતાના ઘરેથી નોકરી પર જવાનું કહીને નીકળ્યા પછી પરત નહીં ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી.

આ યુવાનનો મોબાઈલ પણ બંધ જણાઈ આવતા આખરે પોલીસને જાણ કરવામાં આવી છે. પાતળો બાંધો, શ્યામવર્ણ અને પાંચેક છૂટની ઉંચાઈ ધરાવતા મૂળુભાઈ પોતાની સાથે આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ લઈ ગયા હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું છે. આ યુવાન અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ મેઘપર પોલીસ સ્ટેશન: ૬૩૫૯૬ ૨૭૮૪૯ અથવા એએસઆઈ વી.સી. જાડેજા મો. ૯૨૬૫૨ ૦૦૫૩૭નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh