Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં મહિલા સહિત ચાર આરોપીનો છૂટકારો

મેઘપર પંથકમાંથી થયું હતું સગીરાનું અપહરણઃ

જામનગર તા.૧૭ :લાલપુરના મેઘપર પંથકની એક સગીરાનું દસેક વર્ષ પહેલાં અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેવા અંગે અને ખોટા આધારકાર્ડને ઉભુ કરી લગ્નના ડોક્યુમેન્ટ ઉભા કરવા અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે એક મહિલા સહિત ચાર સામે ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે ચારેય આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. લાલપુર તાલુકાના મેઘપર પંથકમાંથી દસેક વર્ષ પહેલાં એક સગીરાનું અપહરણ કરી તેણીને મુંબઈ લઈ જઈ ખોટા આધારકાર્ડના આધારે નોટરી સમક્ષ રજૂ કરી બળજબરીથી લગ્નના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી લેવાયાનું અને કિરણદીપ સિંગ પુરણસિંગ મજબી નામના શખ્સે તે સગીરા પર દુષ્કર્મ ગુજારી તેણીને ગર્ભવતી બનાવ્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.

પોલીસે તેની તપાસ શરૂ કર્યા પછી આરોપી કિરણદીપ સિંગ તેમજ ગોલ્ડી ઉર્ફે કેવલસિંગ બલબીરસિંગ, મનજીતસિંગ જોગીન્દરસિંગ તથા ઈન્દ્રજીત કૌર મનજીત સિંગ સામે ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોેકસો અદાલતમાં ચાલવા પર આવતા આરોપીના વકીલે દલીલ કરી હતી કે, સગીરાની ઉમર બાબતનો કોઈ પુરાવો રજૂ થયો નથી, ભોગ બનનાર સગીર હોવાનું સાબિત થતું નથી. તે ઉપરાંત ભોગ બનનાર પ્લેનમાં આરોપી સાથે મુંબઈ, દિલ્હી એરપોર્ટ પરથી પણ મુસાફરી કરી ચૂક્યા છે. ત્યારે તેઓએ કોઈ ફરિયાદ કરી નથી. અદાલતે ભોગ બનનારનો પુરાવો ભરોસા પાત્ર ન હોય ત્યારે આરોપીઓને તક્સીરવાન ઠરાવી ન શકાય તેમ ઠરાવી મુખ્ય આરોપી કિરણદીપસિંગ સહિતના ચારેય આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, સંજય દાઉદીયા, જયન ગણાત્રા અને પાર્થ બગડા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh