Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ રોમાંચક ચૂંટણીમાં સહ સેક્રેટરી પદ માટે ભારે રસાકસી થઈ હતી
ખંભાળિયા તા. ૨૦: દ્વારકા વકીલ મંડળના પ્રમુખપદે સંજયભાઈ પી. રાયઠઠ્ઠા વિજેતા થયા છે. સહ સેક્રેટરી પદ માટેની ચૂંટણીમાં ભારે રસાકસી થઈ હતી. સંજયભાઈ રાયઠઠ્ઠા સાતમી વખત વિજેતા થયા છે.
ખંભાળિયા તા. ૨૦: દ્વારકા વકીલ મંડળના પ્રમુખપદે સંજયભાઈ પી. રાયઠઠ્ઠા વિજેતા થયા છે. સહ સેક્રેટરી પદ માટેની ચૂંટણીમાં ભારે રસાકસી થઈ હતી. સંજયભાઈ રાયઠઠ્ઠા સાતમી વખત વિજેતા થયા છે.
ગઈકાલે રાજ્યભરમાં વિવિધ બાર એસોસિએશન અર્થાત વકીલ મંડળની ચૂંટણીઓને લઈને એડવોકેટ આલમમાં રોમાંચનું વાતાવરણ સર્જાયું હતું. દ્વારકા વકીલ મંડળની ચૂંટણીમાં આ વખતે પ્રમુખ પદ માટેનાં ત્રણેય ઉમેદવાર રઘુવંશી હતાં.જે પૈકી સંજયભાઈ પી.રાયઠઠ્ઠાએ વિજેતા થઇ પ્રમુખ પદ હાંસલ કર્યુ છે.
પ્રમુખ પદની લડાઈમાં અશ્વિન જે. પાબારીને ૪૦ મત, નિરવ બી. સામાણીને ૧૨ મત તથા સંજય પી. રાયઠઠ્ઠાને પર મત મળતા સંજયભાઈ વિજેતા થવાની સાથે જ કુલ ૭મી વખત દ્વારકા વકીલ મંડળનાં પ્રમુખ બન્યા છે. આ પૂર્વે તેઓ ૬ વખત પ્રમુખ પદે સેવારત રહી ચૂક્યા છે.
ઉપપ્રમુખ પદ માટેની જંગમાં રામકૃષ્ણ સી. ભાયાણીને ૪૪ મત જ્યારે તેમનાં હરીફ સુનિલ એ. જોશીને ૬૧ મત મળતા સુનિલભાઈ વિજેતા થયા હતાં, સેક્રેટરી પદ માટેની હોડમાં અશરફમિયાં એસ.કાદરીને ૩૪ મત તથા સલીમભાઈ એમ. ઘાવડાને ૬૪ મત મળતા સલીમભાઈએ બાજી મારી હતી. સહસેક્રેટરી પદ માટેની લડાઈમાં ભારે રસાકસી જોવા મળી હતી. પારસ એ. વાયડાને ૩૦ મત મળ્યા હતા તો નયન સી. સામાણીને ૩૬ મત મળ્યા હતા સંદિપ જી. બારોટને ૩૭ મત મળતા તેઓ નજીકનાં હરીફ નયન સામાણી કરતા માત્ર એક મત વધુ મેળવી વિજેતા થયા હતાં.
ખજાનચી પદની લડાઈમાં નિશાબેન આર. ચૌહાણને ૩૫ મત મળ્યા હતા જ્યારે તેમનાં હરીફ ગોમતીબેન વી. હાથિયાને ૬૭ મત મળતા તેઓ વિજેતા થયા હતાં. વિજેતા થયેલા વર્ષ ૨૦૨૫-૨૬ના નવા હોદ્દેદારો પર વકીલોએ અભિનંદન વર્ષા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial