Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લઘુશંકાનું બહાનુ કરી પીકઅપ વાન ઉભી રખાવ્યા પછી ટુવાલથી ગળુ દાબ્યું:
જામનગર તા. ૨૦: જામનગરના ગોકુલનગર પાસે સરદારનગર-૧માં રહેતા એક આસામીનું માલવાહક વાહન જૂનાગઢ ઘરવખરી ભરવા લઈ જવાનું કહી બે શખ્સે ગઈ તા.૧૦ના દિને જૂનાગઢ સુધી આ આસામીને વાહન સાથે ધક્કો ખવડાવ્યા પછી ઘરવખરી ભરવાનું કેન્સલ થયું છે તેમ કહી જામનગર પરત ફરવાનું જણાવ્યા પછી માર્ગમાં જામકંડોરણા નજીક રાત્રિના અંધકારમાં વાહન ઉભુ રખાવી આ આસામીના મ્હોં પર ટુવાલ બાંધી ગળુ દાબી દઈ પીકઅપ વાનની લૂંટ ચલાવી છે. આ બનાવની પોલીસે તપાસ શરૂ કરી છે.
જામનગરના ગોકુલનગર નજીકના સરદારનગર-૧માં સાંઢીયા પુલ પાસે રહેતા માલદેભાઈ હેભાભાઈ આંબલીયા નામના યુવાન બોલેરો પીકઅપ વાનમાં ફેરા કરવાનો વ્યવસાય કરે છે. તેઓને ગઈ તા.૧૦ની સવારે જ્યારે તેઓ જકાતનાકા પાસે ઉભા હતા ત્યારે બે અજાણ્યા વ્યક્તિ મળ્યા હતા. આ શખ્સોએ જૂનાગઢ ઘરવખરીનો સામાન લેવા જવાનું છે તેમ કહી માલદેભાઈ પાસેથી તેમનું કાર્ડ મેળવ્યા પછી રાત્રે આઠેક વાગ્યે માલદેભાઈને જૂનાગઢ જવાનું છે તેમ કહી ઠેબા ચોકડી પાસે આવવાનું ઈજન આપવામાં આવ્યું હતું. તેથી માલદેભાઈ જીજે-૩૨-ટી ૬૯૩૭ નંબરની બોલેરો પીકઅપ વાન લઈ ગયા હતા જ્યાંથી આ બે શખ્સ વાનમાં બેસી ગયા હતા.
ત્યારપછી જૂનાગઢ પહોંચી આ શખ્સોએ હવે ઘરવખરી લઈ જવાની નથી તેમ કહી ફરીથી જામનગર જવાનું કહેતા માલદેભાઈ તથા આ બંને વ્યક્તિ જામનગર આવવા રવાના થયા હતા. માર્ગમાં જામકંડોરણા નજીક જ્યારે રાત્રે બારેક વાગ્યે ઉપરોક્ત વાહન પહોંચ્યું ત્યારે લઘુશંકા કરવા જવાનું બહાનુ કાઢી વાહન ઉભુ રખાવાયું હતુ. આ વેળાએ ગાફેલ રહેલા માલદેભાઈને મ્હોં પર ટુવાલ દાબી દઈ આ શખ્સોએ વાહનમાંથી તેઓને પછાડી ગળુ દબાવી દીધુ હતું.
હેબતાયેલા માલદેભાઈ ઉભા થાય તે પહેલાં આ શખ્સો બોલેરો પીકઅપ વાનમાં બેસી તેને ચાલુ કરીને સ્થળ પરથી નાસી છૂટયા હતા. જેમ તેમ કરીને જામનગર પહોંચેલા માલદેભાઈએ ગઈકાલે રાત્રે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૩૦૮ (૪) (પ), ૧૧૫ (ર), ૫૪, ૬૧ (ર) હેઠળ ગુન્હો નોંધી આ શખ્સોના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial