Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના યાદવ પરિવાર દ્વારા
જામનગર તા. ર૦: જામનગરના દેવશીભાઈ યાદવ પરિવારના પૌત્ર તે મનુભાઈ યાદવના પુત્ર કેતનભાઈ યાદવની વ્હાલસોયી દીકરી વૈદેહીની દ્વિતીય વર્ષ ગાંઠની ઉજવણી ધાર્મિકોત્સવ સાથે કરવામાં આવનાર છે.
વૈદેહીના જન્મદિનની ઉજવણી પ્રણામી ગ્લોબલ સ્કૂલ સામેના મેદાનમાં તા. ર૪-૧ર-ર૦રપ ના દિને કરવામાં આવશે.
તા. ર૪/૧ર ના સાંજે ૪ વાગ્યે સંતોના સામૈયા, સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદ, રાત્રે ૮ વાગ્યે જન્મ દિવસની ઉજવણી, રાત્રે નવ વાગ્યે સુપ્રસિદ્ધ ભજનિક પદ્મશ્રી હેમતભાઈ ચૌહાણનો સંતવાણીનો કાર્યક્રમ અને રાત્રે ૧૦ વાગ્યે પાટ જ્યોત પ્રાગટ્ય વિધિ થશે.
આ ધાર્મિકોત્સવ ઉપરાંત વૈદેહીના જન્મદિન નિમિત્તે જામનગરના માણેકબાઈ સુખધામ 'આદર્શ સ્મશાન' પરિસરમાં સંત ઉગમેશ્વર સાહેબ તથા સંત સર્વેયાનાથની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે. તા. રપ-૧ર-ર૦રપ ના સવારે ૯ વાગ્યે યાદવ પરિવારના નિવાસેથી શોભાયાત્રા નીકળશે અને સોનાપુરીમાં મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે.
આ ધાર્મિકોત્સવ દરમિયાન ગુરુશ્રી સાધુ મુળદાસબાપુ, મહામંડલેશ્વર શંભુનાથબાપુ, મહામંડલેશ્વર ગોરધનબાપુ, આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ, શાસ્ત્રી ચતુર્ભૂજદાસજી, મહંત ગુલાબદાસજી બાપુ, મહંત ગોરધનદાસ બાપુ, મહામંડલેશ્વર શામળદાસ બાપુ, પૂ. કેશવદાસ બાપુ, મહંત ચિમનાથબાપુ, મહંત બસુ મહારાજ સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે.
આ ધાર્મિકોત્સવમાં ધર્મપ્રેમીઓને સહભાગી થવા નિમંત્રક દેવશીભાઈ યાદવ, મનુભાઈ યાદવ, રાજુભાઈ યાદવ, કેતનભાઈ યાદવ તથા યાદવ પરિવારે અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial