Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમ આદમી પાર્ટી દ્વારા
જામનગર તા. ૨૦: જામનગર શહેરમાં રંગમતી રીવર ફ્રનટ બનાવવાના પ્રોજેક્ટ માટે મયુરનગર, પટણીવાડ, ઘાંચીની ખડકી, રંગમતી સોસાયટી જેવા વિસ્તારોમાં સરકાર દ્વારા ડિમોલીશન કરવામાં આવ્યું હતું.
આ કામગીરીમાં વર્ષોથી ત્યાં વસવાટ કરતા ગરીબ, દલિત અને પછાત વર્ગના અનેક પરિવારોના આવાસ છીનવાઈ ગયા છે.
આ ડિમોલીશનને છ મહિના જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી આ અસરગ્રસ્ત ગરીબ પરિવારોને વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવી નથી. જામનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની આગેવાની હેઠળ જામનગરના મેયરને આવેદનપત્ર પાઠવી આ ડિમોલીશનમાં ઘરવિહોણા થઈ ગયેલા ગરીબ પરિવારોને કોઈપણ સરકારી આવાસ યોજના હેઠળ તૈયાર મકાનો વ્હેલી તકે ફાળવવા અથવા નવું આવાસ બનાવી આપવા રજૂઆત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial