Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકાએ સીરિયામાં આઈએસઆઈએસના ૭૦ આતંકી અડ્ડાઓ પર કરી એરસ્ટ્રાઈકઃ બદલો લીધો

અઠવાડિયા પહેલા સીરિયાના રણમાં બે સૈનિકો સહિત ત્રણ અમેરિકનોની હત્યા પછી વળતો પ્રહારઃ ટ્રમ્પ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ર૦: અમેરિકાએ સીરિયામાં આઈએસઆઈએસના ૭૦ આતંકી અડ્ડઓને હવાઈ હુમલાઓ કરીને તબાહ કરી દીધા છે. આ હુમલો યુદ્ધ નહીં, પણ અઠવાડિયા પહેલા સિરિયામાં ત્રણ અમેરિકનોની થયેલી હત્યાનો બદલો હતો, તેવી ચોખવટ પણ અમેરિકાએ કરી છે.

અમેરિકાએ સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ વિરૂદ્ધ લશ્કરી ઝુંબેશ શરૂ કરી છે. અમેરિકન સૈનિકો અને એક અમેરિકન નાગરિકની હત્યાનો ટ્રમ્પ વહીવટી તંત્રે શુક્રવારે સીરિયામાં આઈએસઆઈએસના લક્ષ્યો પર હવાઈ હુમલા કરીને બદલો લીધો છે. અમેરિકાએ સ્પષ્ટપણે કહ્યું કે, આ યુદ્ધની શરૂઆત નથી, પરંતુ તેના નાગરિકોની હત્યાનો બદલો છે. એક અમેરિકન અધિકારીએ આ હુમલાને મોટા પાયે હુમલો ગણાવ્યો, જેમાં મધ્ય સીરિયામાં ઓઈએસઆઈએસના ૭૦ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતાં, જ્યાં આઈએસઆઈએસનું માળખું અને શસ્ત્રો સ્થિત હતાં.

અહેવાલો મુજબ અમેરિકન સૈનિકો અને એક અમેરિકન દુભાષિયાના મોત પછી ટ્રમ્પ વહીવટી તંત્રે શુક્રવારે સીરિયામાં આઈએસના લક્ષ્યો પર વ્યાપક હવાઈ હુમલા કરીને બદલો લીધો.

લગભગ એક અઠવાડિયા પહેલા સીરિયાના રણમાં થયેલા એક ઘાતક હુમલામાં બે અમેરિકન સૈનિકો અને એક અમેરિકન નાગરિક દુભાષિયા માર્યા ગયા હતાં. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ હુમલા માટે સીધા ઈસ્લામિક સ્ટેટને દોષિત ઠેરવ્યું હતું. ત્યારપછી ટ્રમ્પે ખૂબ જ કડક હુમલાની જાહેરાત કરી. આ હુમલાના ભાગરૂપે યુએસ સેનાએ મધ્ય સીરિયામાં આઈએસઆઈએસ ઠેકાણાઓ અને શસ્ત્રોના ડેપોને નિશાન બનાવ્યા હતાં.

અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલો મોટાપાયે હતો. સીરિયાના વિવિધ વિસ્તારોમાં આઈએસઆઈએસના ૭૦ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતાં. આ લક્ષ્યોમાં આઈએસઆઈએસનું માળખાગત સુવિધા, શસ્ત્રોનો સંગ્રહ સુવિધાઓ અને કાર્યકારી સ્થાનોનો સમાવેશ થાય છે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે, આગામી દિવસોમાં વધુ હુમલા થઈ શકે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ યુએસએ જણાવ્યું હતુંકે, જે લોકો વિશ્વમાં ગમે ત્યાં અમેરિકનોને નિશાન બનાવે છે. તેમને શોધી કાઢવામાં આવશે અને ખતમ કરવામાં આવશે. આ નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં દુશ્મનો માર્યા ગયા હતાં.

યુએસ સૈન્યએ આ હુમલામાં અત્યાધુનિક શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. એફ-૧પ ઈગલ ફાઈટર જેટ, એ-૧૦ થંડરબોલ્ટ ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ અને એએચ-૬૪ અપાયે હેલિકોન્ટર સામેલ હતાં. જોર્ડનથી ઊડતા એફ-૧૬ ફાઈટર જેટ અને એચઆઈએમએઆરએસ રોકેટ આર્ટિલરી સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકન સૈન્યએ એક સાથે જમીન અને હવાઈ કાર્યવાહી દ્વારા આઈએસઆઈએસને ભારે નુક્સાન પહોંચાડવાનો દાવો કર્યો છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઘોષણા કરી હતી કે, આ યુદ્ધની શરૂઆત નથી, પરંતુ બદલો લેવાની ઘોષણા છે. તેમણે ચેતવણી આપી હતી કે કોઈપણ આતંકવાદી જે અમેરિકનો પર હુમલો કરવાની હિંમત કરશે તેને પહેલા કરતા વધુ કડક જવાબ આપવામાં આવશે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, અમેરિકા તેના લોકોનું રક્ષણ કરવા માટે ક્યારેય પાછળ હટશે નહીં.

યુએસ હુમલાઓ પછી સીરિયન વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું. મંત્રાલયે કહ્યું હતું કે આ હુમલો આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ સામે સહયોગ મજબૂત કરવાની જરૂરિયાતને પ્રકાશિત કરે છે. સીરિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તે આઈએસઆઈએસને તેના દેશમાં કોઈપણ સુરક્ષિત આશ્રયસ્થાન ન આપવા માટે પ્રતિબદ્ધ છે અને આતંકવાદ સામે લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે. યુએસ પ્રમુખ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, સીરિયાના રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારા આ કાર્યવાહીને સમર્થન આપે છે અને હુમલાથી ખૂબ ગુસ્સે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh