Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાયબ્રેરી સેક્રેટરી, ખજાનચી અને મહિલા પ્રતિનિધિ તેમજ કારોબારી સભ્યો ચૂંટાઈ આવ્યાઃ
જામનગરના વકીલ મંડળના વર્ષ ૨૦૨૬ના સૂત્રધારોની વરણી માટે ગઈકાલે મતદાન યોજવામાં આવ્યું હતું. મંડળમાં નોંધાયેલા ૧૨૫૩ મતદાર-વકીલ મિત્રોએ પ્રમુખ, ખજાનચી, લાયબ્રેરી મંત્રી સહિતના ૧૦ હોદ્દેદારોની વરણી માટે મતાધિકારનો ઉપયોગ કર્યાે હતો. પ્રમુખપદ માટે વર્તમાન પ્રમુખ ભરતભાઈ સુવા સતત ૧૨મી વખત ચૂંટાઈ આવ્યા છે. તેઓને ૫૯૮ મત પ્રાપ્ત થયા હતા. જ્યારે લાયબ્રેરી સેક્રેટરી પદે જયદેવસિંહ આર. જાડેજા ૫૩૩ મત સાથે વિજેતા થયા હતા. ખજાનચી પદે ચાંદનીબેન પોપટ ૬૩૧ મત મેળવી વિજેતા બન્યા હતા. મહિલા પ્રતિનિધિ તરીકે ૩૮૫ મતે રાધાબેન રાવલીયા ચૂંટાઈ આવ્યા હતા. રૂચિર રાવલ ઉપપ્રમુખપદે, મનોજ ઝવેરી મંત્રીપદે અને દીપક ગચ્છર સહમંત્રીપદે બિનહરિફ રહ્યા હતા. કારોબારી સભ્યપદે ગીતાબેન પારગી, દીપાલીબેન મંગે, માનસીબેન જાટીયા બિનહરિફ રહ્યા હતા અને દીપક દલસુખભાઈ, મિતુલ હરવરા, આર.કે. કંચવા, વનરાજ મકવાણા, કે.એસ. વાઘેલા, જયેશ સુરડીયા, પંકજ લહેરૂ કારોબારી સભ્યપદે ચૂંટાઈ આવ્યા હતા. પ્રમુખપદે ભરતભાઈ સુવા ફરીથી ચૂંટાઈ આવતા ફટાકડા ફોડી તેઓના વિજયને વકીલ મિત્રોએ વધાવી લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial