Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકીય પક્ષોએ ટ્રાન્સપરન્ટ કામગીરી સંદર્ભે ચૂંટણી તંત્રને વખાણ્યુઃ માન્ય રાજકીય પક્ષોના હોદ્દેદારો ઉપસ્થિત
જામનગર તા. ર૦: જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર દ્વારા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મુસદ્દારૂપ મતદારયાદીની નકલ તથા ગેરહાજર, સ્થળાંતરીત અને અવસાન પામેલ મતદારોની યાદી સુપ્રત કરાઈ હતી. પારદર્શક અને ક્ષતિરહિત મતદાર યાદી અંગેની કામગીરી બદલ જિલ્લા ચૂંટણીતંત્રની રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ સરાહના કરી હતી.
ભારત નિર્વાચન આયોગના આદેશ અનુસાર મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-ર૦ર૬ અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરીમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લાની મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. સાથે જ પ્રતિનિધિઓને મૃત્યુ પામેલ, સ્થળાંતરીત તેમજ મળી ન આવેલ કે ગેરહાજર મતદારોની પણ યાદી રજૂ કરાઈ હતી.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર દ્વારા ઉપસ્થિત વિવિધ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મતદારયાદીનો મુસદ્દો અને એએસડીની બે નકલ (એક હાર્ડકોપી અને એક સોફટકોપી) આપવામાં આવી હતી. બેઠક દરમિયાન કલેક્ટરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધી તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો, સૂચનો અને રજૂઆતોને ખૂબ જ ગંભીરતાપૂર્વક સાંભળી હતી. તેમણે આ પ્રક્રિયામાં પક્ષોની ભૂમિકા અંગે ચર્ચા કરી જરૂરી ટેકનિકલ અને વહીવટી માર્ગદર્શન પણ પૂરૃં પાડ્યું હતું. વધુમાં છેલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જામનગર દ્વારા વધુમાં વધુ નવા મતદાર યાદી મતદારોની નોંધણી કરાવવા રાજકીય પક્ષોને સહકાર આપવા અનુરોધ કર્યો.
ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ક્ષતિરહિત બનાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને બીએલઓ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ સરાહના કરી હતી અને સમગ્ર કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક સહિત ચૂંટણી શાખાના અધિકારીઓ તેમજ વિવિધ માન્ય રાજકીય પક્ષોના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial