Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય વિદ્યાર્થિનીઓ સાથે બોલાચાલી થયા પછી
ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયાના ખજુરીયા ગામની ધો.૮ની એક વિદ્યાર્થિનીએ અન્ય વિદ્યાર્થિનીઓ સાથે થયેલી બોલાચાલી અંગે શાળાના શિક્ષકોને જાણ કર્યા પછી પણ પગલા ન લેવાતા નાસીપાસ થઈ આ તરૂણીએ ઝેરના પારખા કર્યા છે. તાત્કાલિક મળી ગયેલી સારવારના કારણે આ તરૂણી હાલમાં હેમખેમ છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આ બનાવની તપાસ કરવામાં આવી રહી છે.
ખંભાળિયા નજીકના ખજુરીયા ગામમાં વસવાટ કરતા ગરીબ પરિવારની ધો.૮માં અભ્યાસ કરતી પુત્રીએ અન્ય વિદ્યાર્થિનીઓ સાથે થયેલી બોલાચાલીના કારણે માઠું લાગી આવતા કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ તરૂણીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા પછી હાલમાં તેણીની તબીયત સારી હોવાનું ખૂલ્યું છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ આ વિદ્યાર્થિનીએ શાળાના શિક્ષકોને રજૂઆત કરી હતી કે, તેણીને અન્ય વિદ્યાર્થિનીઓએ પજવી છે તેમ છતાં પગલાં ભરવામાં ન આવતા આ તરૂણીએ ઝેરના પારખા કર્યા હતા. દ્વારકાના જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ હાલમાં તાલીમમાં છે. તેઓની ગેરહાજરીમાં ફરજ પરના અધિકારીએ આ બાબતે ખાસ અધિકારીની નિમણૂક કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial