Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંચાવન આરોપી સામે નોંધાયા છે ગુન્હાઃ ચોવીસની ધરપકડઃ
જામનગર તા. ૨૦: જામનગર શહેર તથા જિલ્લામાં વસવાટ કરતા કેટલાક આસામીઓએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના હેલ્પલાઈન નંબર પર કોલ કરી ફ્રોડ થયાની કરેલી ફરિયાદમાં નોંધાયેલા ર૪ ગુન્હામાં રૂપિયા સવા બે કરોડ જેટલી રકમના વ્યવહાર થયાનું ખૂલ્યું છે. નોંધાયેલા ર૪ ગુન્હામાં પોલીસે ર૪ આરોપીની ધરપકડ કરી છે અને ૩૧ની શોધખોળ યથાવત રાખી છે.
જામનગર શહેર તથા જિલ્લાના કેટલાક આસામીએ જુદા જુદા સમયે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના હેલ્પલાઈન નં.૧૯૩૦ પર પોતાની સાથે થયેલા ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી. જેમાંથી ૨૪ ગુન્હા નોંધવામાં આવ્યા હતા. આ ગુન્હાઓમાં તપાસ દરમિયાન કેટલાક આસમીઓએ પોતાના બેંક એકાઉન્ટ વાપરવા આપ્યા હોવાનું ખૂલ્યું હતું.
ઓપરેશન મ્યુલ હંટ હેઠળ પોલીસે શરૂ કરેલી કામગીરી અંતર્ગત ખૂલ્યા મુજબ રૂા.૨,૨૩,૫૮,૨૨૭ની રકમના વ્યવહારો થયાનું જણાઈ આવતા પંચાવન શખ્સ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાંથી ર૪ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
આ શખ્સોએ પોતાના બેંક એકાઉન્ટ જે તે વ્યક્તિઓને અજાણતા અથવા લાલચમાં આવી જઈ વાપરવા માટે આપ્યા હતા. સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકો તેમજ આવા વ્યક્તિઓને નોટીસ આપી પોલીસ દ્વારા તપાસમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. ઉપરોક્ત કાર્યવાહી સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ એલસીબી, એસઓજી તથા જિલ્લાભરના તમામ પોલીસ મથકના સ્ટાફની બનાવવામાં આવેલી વીસેક જેટલી ટીમ ચલાવી રહી છે.
પોલીસ દ્વારા આપવામાં આવી વિગતોઃ
મ્યુલ એકાઉન્ટ એટલે શું?
સાયબર ફ્રોડનો ભોગ બનેલા આસામીઓની નોંધાયેલી ફરિયાદમાં તપાસમાં આગળ વધેલી પોલીસે મ્યુલ એકાઉન્ટ શોધી કાઢયા છે. કેટલીક વખત લોકો લાલચમાં આવી જઈને પોતાના બેંક એકાઉન્ટ અન્યને વાપરવા આપે અને તે બેંક ખાતામાં ફ્રોડના નાણાની હેરફેર થાય ત્યારે તેને પોલીસ મ્યુલ એકાઉન્ટથી ઓળખે છે. નાગરિકોને કોઈપણ કમીશનની લાલચમાં ન આવવા તેમજ અજાણી વ્યક્તિને ઓળખના દસ્તાવેજો ન આપવા અને પોતાનંુ બેંક એકાઉન્ટ વાપરવા ન આપવા પોલીસે અનુરોધ કર્યાે છે. સરળ કમાણી કે કમીશનની લાલચમાં આવી જનાર વ્યક્તિ પાછળથી ગુન્હામાં સંડોવાઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial