Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગંગા સ્વરૂપ તથા ડીવોર્સી બહેનોના બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે
જામનગર તા. ૨૦: રોટરી કલબ ઓફ જામનગર દ્વારા વિધવા તથા ડીવોર્સી બહેનોના ૧૫૦ થી વધુ બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહનરૂપે સ્કોલરશીપ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ યુવાનોમાં આત્મવિશ્વાસ, પ્રેરણા અને સફળતાનો માર્ગ દર્શાવવાનો પ્રયાસ છે. આ કાર્યક્રમ શ્રી કમળાબેન ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ, મિલનભાઈ સી. શાહ (હંંસરાજ મેટલ્સ પ્રા.લિ.), પ્રગતિપથ એજયુક્ેશન ચેરિટેબલ ટ્રસ્ટ, શાહ એજ્યુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશન, મનીષ હરખચંદ શાહ, લોકપ્રિય સ્કૂલ, વિરલ જૈન, રક્ષા જૈન, રાહુલ પરેશ વ્યાસ, સુમરિયા ઈન્ડસ્ટ્રીઝ, ભાવેશ શેઠ તથા ચિંતન કમલેશ સાવલાના સહયોગથી યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં જાણીતા યુવા પ્રેરણાદાયક વક્તા અને વિચારક જય વસાવડા વિશેષ ઉપસ્થિતિ સાથે પ્રેરક વક્તવ્ય આપશે, જે વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતોને નવી દિશા અને ઉર્જા પ્રદાન કરશે.
આ કાર્યક્રમનું આયોજન રોટરી કલબ ઓફ જામનગરના પ્રેસિડેન્ટ હિતેશ ચંદરીયા, સેક્રેટરી નિહાલ માલદે, પ્રોજેકટ ચેરમેન મિલન એ. શાહ અને ઈવેન્ટ ચેર લલીત જોશીના માર્ગદર્શન હેઠળ તા. ૨૧ ડિસેમ્બરના સાંજે ૬ વાગ્યે ધીરૂભાઈ અંબાણી ચેમ્બર્સ ઓફ કોમર્સ હોલમાં કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial