Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પી.એમ.શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક ૩ તથા
જામનગર તા. ૨૦: જામનગરના પી.એમ.શ્રી કેન્દ્રીય વિદ્યાલય, ક્રમાંક -૩, વાયુસેના સ્થળ - ૨, તથા જામનગર કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના ૬૩મા સ્થાપના દિનની ઉજવણી હર્ષોલ્લાસથી અને ગૌરવપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી.
આ અવસરે નિવૃત્ત શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો આરંભ વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી વંદનાથી કરવામાં આવ્યો હતો. પ્રાચાર્ય તથા શિક્ષકો દ્વારા તમામ નિવૃત્ત શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રોપા અર્પણ કરી હરિત સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાચાર્યના હસ્તે સરસ્વતી માતાજીના ચિત્ર પર પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા. અને દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો વિધિવત આરંભ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી નિવૃત્ત શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સરસ્વતી માતાજીની વંદના કરી હતી. વિદ્યાર્થીઓએ કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનું ગીત 'ભારત માતાનું સ્વર્ણિમ ગૌરવ કેન્દ્રીય વિદ્યાલય લાવશે ' ભાવસભર રીતે રજૂ કર્યું હતું.
કેન્દ્રીય વિદ્યાલયની ધોરણ ૧૦ની વિદ્યાર્થિનીઓએ કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની યાત્રા અને સિદ્ધિઓ પર આધારિત અંગ્રેજીમાં પ્રવચન કર્યું હતું. ત્યાર પછી વિદ્યાર્થીઓ દ્વારા કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની યાત્રા દર્શાવતું પ્રેરક નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
શાળાના સ્નાતકોત્તર શિક્ષક સુરજીતસિંહ વાઘેલાએ સ્થાપના દિવસના મહત્ત્વ અંગે તેમના વિચારો રજૂ કર્યા હતા. નિવૃત્ત શિક્ષકોએ તેમના અનુભવ, સંસ્મરણો રજૂ કર્યા હતા.
પ્રાચાર્યના હસ્તે નિવૃત્ત શિક્ષકો અને ભૂતપુર્વ વિદ્યાર્થીઓનું સ્મૃતિ ભેટ આપીને સન્માન કરાયું હતું. પ્રાચાર્યએ પ્રાસંગિક પ્રવચન કરી કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની ગૌરવવંતી સિદ્ધિઓનું વર્ણન કર્યું હતું. અને વિદ્યાર્થીઓને સુભાશિષ આપ્યા હતા.
કાર્યક્રમનું સમાપન મુખ્ય શિક્ષિકા શ્રીમતિ સંતોષ રાણીના આભાર દર્શન સાથે થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial