Advertisement
Author: નોબત સમાચાર

લોકસભાના સ્પીકરે શિયાળુ સત્રના અંતે યોજેલી ચાય પાર્ટીમાં પ્રિયંકા ગાંધી રહ્યા હાજર

ચોમાસું સત્રમાં ભાઈએ નહીં નિભાવેલી પરંપરા બહેને નિભાવી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૦: રાહુલ ગાંધીએ તોડેલી પરંપરા પ્રિયંકા ગાંધીએ નિભાવી હતી. સંસદમાં પીએમ મોદી સહિત દિગ્ગજો સાથે 'ચાય પે ચર્ચા' માં ભાગ લીધો હતો.

સંસદના શિયાળુ સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચાલેલી તીખી ચર્ચાઓ અને વિરોધ પ્રદર્શનો બાદ, શુક્રવારે બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. સત્રના સમાપન બાદ, લોકસભા સ્પીકર ઓમ બિરલાના કક્ષમાંથી એક એવી તસવીર સામે આવી છે જે લોકશાહીની સુંદરતા દર્શાવે છે.

આ તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વાયનાડના પ્રથમ વખતના સાંસદ પ્રિયંકા ગાંધી એકસાથે બેઠેલા જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે, ચોમાસું સત્રના સમાપન પછી લોકસભા સ્પીકર દ્વારા બોલાવવામાં આવેલી આવી જ ચા પાર્ટીમાં રાહુલ ગાંધી સામેલ થયા ન હતા, પરંતુ આ વખતે તેમની બહેન પ્રિયંકા ગાંધીએ આ પરંપરા નિભાવી હતી.

આ બેઠકમાં પ્રિયંકા ગાંધી ઉપરાંત સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ, એનસીપી (શરદ પવાર જૂથ)ના સુપ્રિયા સુલે અને ડી. રાજા જેવા વિપક્ષી નેતાઓ પણ હાજર હતા. આ બેઠકની સૌથી ખાસ વાત પ્રિયંકા ગાંધીની બેઠક વ્યવસ્થા હતી. વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીને રક્ષા મંત્રી રાજનાથ સિંહની બરાબર બાજુની સીટ આપવામાં આવી હતી, જ્યાં તેઓ રક્ષા મંત્રી સાથે ચા પીતા જોવા મળ્યા હતા. તેમની બાજુમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બેઠા હતા. આ તસવીરમાં લગભગ સમગ્ર વિપક્ષ હાજર જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ૨૧મી ઓગસ્ટ, ૨૦૨૫ના ચોમાસું સત્રના સમાપન પછી સ્પીકર બિરલાએ તમામ સભ્યો માટે ચા પાર્ટીનું આયોજન કર્યું હતું. પરંતુ તે સમયે રાહુલ ગાંધી સહિત વિપક્ષના કોઈ પણ નેતા તેમાં હાજર રહૃાા ન હતા અને ચા પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો. ત્યારે વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહૃાું હતું કે કોંગ્રેસમાં ઘણા પ્રતિભાશાળી યુવા નેતાઓ છે, પરંતુ પરિવારની અસુરક્ષાને કારણે તેમને બોલવાનો મોકો નથી મળતો, અને કદાચ આ જ યુવા નેતાઓથી રાહુલ ગાંધી અસુરક્ષિત અનુભવી રહૃાા છે.

આ પહેલા ગુરુવારે પણ પ્રિયંકા ગાંધી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વચ્ચે હળવાશની પળો જોવા મળી હતી. જ્યારે પ્રિયંકા ગાંધીએ લોકસભામાં ફરિયાદ કરી કે નીતિન ગડકરી તેમને મળવાનો સમય નથી આપતા, ત્યારે ગડકરીએ તરત જ કહૃાું હતું કે *મારો દરવાજો તો હંમેશાં ખુલ્લો છે* અને તેમને પ્રશ્નકાળ પછી ઓફિસમાં મળવા આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ પ્રિયંકા ગાંધી ગડકરીને મળવા ગયા, જ્યાં ગડકરીએ તેમને સ્વાદિષ્ટ ભોજન પણ કરાવ્યું હતું. રાજકીય વિરોધ વચ્ચે આવી તસવીરો અને ઘટનાઓ લોકશાહીની પરિપક્વતા દર્શાવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh