Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે આરોપીના મળ્યા ત્રણ દિવસના રિમાન્ડઃ
ખંભાળિયા તા. ૧૩ઃ જામનગરના કારખાનેદાર પરિવારે ભાણવડના ધારાગઢ પાસે જઈ વિષપાન કર્યા પછી ચારેય વ્યક્તિના મૃત્યુ નિપજ્યાના ચકચારી બનાવમાં ગઈકાલે પોલીસે જામનગરના વધુ બે શખ્સની ધરપકડ કરી છે. ગુરૂવારે પકડાયેલા બંને શખ્સના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ પરિવારે રૂ. ૨૦ લાખની કરાતી કડક ઉઘરાણીના પગલે આત્મહત્યા કર્યાનું ખૂલ્યું હતું. ઝડપાયેલા શખ્સોની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
જામનગરના બ્રાસ૫ાર્ટના કારખાનેદાર અશોકભાઈ ડુવા તેમના પત્ની લીલુબેન, પુત્ર જીજ્ઞેશ, પુત્રી કિંજલએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ધારાગઢ પાસે જઈ ઝેરી દવા પી સામૂહિક આત્મહત્યા કરી હતી તે પ્રકરણમાં પોલીસે મૃતકના ભાઈ વનુભાઈ ડુવાની ફરિયાદ તથા મૃતદેહ પાસેથી મળી આવેલા થેલામાંથી પ્રાપ્ત થયેલી સ્યુસાઈડ નોટ, મોબાઈલમાં ઉતારેલી ક્લિપ તથા વોટ્સએપ ચેટ પરથી જામનગરના વિશાલ જાડેજા, વિશાલ પ્રાગડા નામના બે શખ્સની ધરપકડ કરાઈ હતી.
બંને આરોપીને ગઈકાલે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી પોલીસે ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરતા બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
ખંભાળિયા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ ગઈકાલે આ બાબતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં એક જ પરિવારના ચાર વ્યક્તિએ આત્મહત્યા કેવી રીતે કરી તેનો ભેદ એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસ અને એફએસએલના નિષ્ણાતોની મદદથી ઉકેલી નાખવામાં આવ્યો હતો તેની માહિતી આપી હતી.
સામૂહિક આપઘાત પ્રકરણમાં મૃતક અશોકભાઈને ધમકી તેમજ માર મારવામાં આરોપી વિશાલ જાડેજા સાથે ત્રણ અન્ય વ્યક્તિ પણ હોવાનું સીસીટીવી ફૂટેજ પરથી જણાઈ આવતા ગઈકાલે એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસની ત્રણ ટીમ બનાવી તપાસ આદરાઈ હતી.
ફૂટેજમાં દેખાતા જામનગરના ઢીંચડામાં રહેતા શૈલેન્દ્રસિંહ દિલુભા ઝાલા તથા જયદીપસિંહ કનકસિંહ ઝાલા નામના શખ્સોને પકડી લેવાયા છે. તેની સાથે ત્રીજો વ્યક્તિ પણ સામેલ હોય તેને ઝડપી લેવા પોલીસ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે.
મૃતક ચાર વ્યક્તિઓમાંથી ત્રણ વ્યક્તિ અશોકભાઈ, જીજ્ઞેશ તથા કિંજલના ત્રણ મોબાઈલ આવ્યા હતા જેની તપાસ કરાતા તેમાંથી પણ ધમકીના મેસેજ, માર મારવાના ફોટા તથા વોટ્સએપ ચેટ મળી આવ્યા હતા. જેની પણ તપાસ હાથ ધરાઈ છે. એફએસએલ, સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા પણ તપાસ ચલાવાઈ રહી છે.
સામૂહિક આત્મહત્યાના આ બનાવમાં રૂ. ૨૦ લાખની કડક ઉઘરાણીના આ પરિવારે સામૂહિક આત્મહત્યા કરી કે અન્ય કોઈ કારણ રહેલુ છે? તે દિશામાં પણ તપાસ કરાઈ રહી છે. આ પરિવારની જમીન તથા મકાન, કારખાનાની કિંમત લાખો હતી તો કેમ? આ પગલુ ભરવામાં આવ્યું તે પણ તપાસનો વિષય છે. આ પગલું ભરતા પહેલાં તેઓએ પોલીસ કે તેમના અન્ય સ્વજનોની મદદ કેમ નહીં માંગી હોય અને અંતિમ પગલું કેમ ભરી લીધુ? જેવા અનેક પ્રશ્નો હજુ ઉકેલ માંગી રહ્યા છે.
જામનગરના વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગડા પછી શૈલેન્દ્રસિંહ ઝાલા અને જયદીપસિંહ ઝાલા નામના બે આરોપી ઝડપાયા છે ત્યારે હજુ અન્ય નામો ખૂલશે કે કેમ? તેના પર પણ મીટ મંડાયેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial