Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નેપાળનો કોસી બેરેજ ખોલાતા યુપીના સેંકડો ગામડા જળમગ્નઃ
નવી દિલ્હી તા. ૧૩ઃ ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલને તબાહી મચાવી છે, નેપાળના પુરથી યુપીના સેંકડો ગામો ડૂબી ગયા છે. હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ઉ. ભારતમાં અનેક રસ્તાઓ બંધ છે. બિહારમાં વીજળીએ અસંખ્ય લોકોનો ભોગ લીધો છે.
દેશભરમાં ચાલુ ચોમાસાનો વરસાદ ઘણાં રાજ્યો માટે મુશ્કેલી સર્જી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પહાડી રાજ્યોમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે. ઉત્તરાખંડમાં ઘણાં હાઈ-વે બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ઘણાં રાજ્યોમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે અને સેંકડો લોકો પ્રભાવિત થયા છે. દિલ્હીમાં લાંબી ગરમીથી લોકોને રાહત મળી છે. ગત્ રાત્રિથી અહીં અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે.
ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ઘટનાને કારણે જોશીમઠમાં ચુંગીધર નજીક બદ્રીનાથ હાઈઅવે મંગળવારે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે હજારો લોકો ફસાયા હતાં. આ પછી બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને રોડ પરથી કાટમાળ હટાવ્યો હતો. દરમિયાન પહાડ ધસી પડવાને કારણે રસ્તા પર ફરીથી પથ્થરો જમા થયા હતાં, જેને પણ દૂર કરવામાં આવ્યા છે. હાલ આ વિસ્તારમાં વાહનવ્યવહાર પૂર્વવત થઈ ગયો છે. આ સાથે જ રાજ્યમાં સતત વરસાદ પણ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં પણ ભૂસ્ખલનની ઘટનાઓ સતત સામે આવી રહી છે. શિમલામાં લગભગ ૧૦ રૂટ બંધ છે. રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના દર્શાવતા યલો એલર્ટ જાહેર કર્યું છે.
બિહારમાં વીજળી પડવાથી થયેલા મોતનો મામલ અટકતો જણાતો નથી. છેલ્લા ર૪ કલાકમાં ર૧ લોકોના મોત થયા છે. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકોના પરિવારજનોને ૪-૪ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. રાજ્યમાં વીજળી પડવાની ઘટનાઓને કારણે અત્યાર સુધીમાં ૭૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.
નેપાળમાં કોસી બેરેજ ખુલ્યા પછી અને સતત વરસાદને કારણે ઉત્તરપ્રદેશના ઘણાં વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સેંકડો ગામો પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે મુંબઈના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. લોકલ ટ્રેનોને પણ અસર થઈ રહી છે. શુક્રવારે પણ મુંબઈમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશના ૪પ જિલ્લાઓમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થયો છે, જો કે હવામાન શાસ્ત્રીઓની કહેવું છે કે, બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવા જઈ રહ્યું છે, તેની અસરને કારણે રાજ્યમાં ૧પ જુલાઈથી સારા વરસાદની સંભાવના છે. મેઘાલયમાં છેલ્લા ર૪ કલાકમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. ગુજરાત અને સિક્કિમમાં ભારે વરસાદ નોંધાયો છે. બિહાર, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં પણ સારો વરસાદ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial