Advertisement
Author: નોબત સમાચાર

રિક્ષાના કાગળો મંગાતા ત્રણ શખ્સે પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાની રાવ

એક શખ્સે પોતાનું માથું દરવાજામાં ભટકાડ્યુંઃ

જામનગર તા. ૧૩ઃ ખંભાળિયામાં ગઈકાલે ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીએ એક રિક્ષાના કાગળો બતાવવાનું કહેતા ત્રણ વ્યક્તિએ ધમાલ મચાવી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી અને એક શખ્સે પોતાનું માથું દુકાનના દરવાજામાં ભટકાડી ડરાવવાનો પ્રયાસ કર્યાે હતો. પોલીસે ત્રણેય સામે ગુન્હો નોંધ્યો છે.

ખંભાળિયાના પોલીસ જમાદાર દેવરાજભાઈ ભોજાભાઈ પંડત ગઈકાલે સવારે ખંભાળિયામાં નગર નાકા પાસે પોતાની ફરજ પર હતા ત્યારે તેઓએ ત્યાંથી પસાર થતી એક રિક્ષાને રોકી તેના કાગળો, લાયસન્સ બતાવવા માટે કહ્યું હતું.

આ વેળાએ રિક્ષામાં રહેલા ખંભાળિયાના સચિનગીરી ઈશ્વરગીરી ગોસ્વામી અને તેના પિતા ઈશ્વરગીરી પ્રતાપગીરી ગોસ્વામી તથા મુકેશગીરી પ્રતાપગીરીએ બોલાચાલી શરૂ કરી હતી.

આ વ્યક્તિઓને હાજર દંડ ભરવા જણાવાતા તેઓએ ઉશ્કેરાઈ જઈ દેવરાજભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તથા ટ્રાફિક બ્રિગેડના લગધીરસિંહ સાથે ઝપાઝપી કરી ધમાલ મચાવી હતી. જ્યારે સચિનગીરીએ પોતાનું માથું નજીકમાં આવેલી દુકાનના દરવાજા સાથે અફળાવી ડર ઉભો કર્યાે હતો. ત્રણેય સામે દેવરાજભાઈએ ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh