Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંગત અદાવત રાખી ભારે ગુન્હો નોંધાવાયાની દલીલઃ
જામનગર તા. ૧૩ઃ જામ્યુકોના સિટી ઈજનેરને તેની ઓફિસમાં ઘૂસી રૂ. ૧ લાખ ખંડણી પેટે માંગવા અંગે પૂર્વ નગરસેવક અને વર્તમાન મહિલા નગરસેવકના પતિ સામે પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ આરોપીની પોલીસે ધરપકડ કર્યા પછી તેણે જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે આરોપીને જામીન પર મુક્ત કર્યાે છે.
જામનગર મહાનગર પાલિકાના ઈજનેર ભાવેશ જાનીની ઓફિસમાં ઘૂસી પૂર્વ કોર્પોરેટર અને હાલના મહિલા કોર્પોરેટરના પતિ દીપુ પારીયા સામે રૂ. ૧ લાખની ખંડણી માંગવા અંગે પોલીસમાં ત્રણેક મહિના પહેલાં ફરિયાદ કરવામાં આવી હતી. તે પછી પોલીસે વર્તમાન મહિલા કોર્પોરેટર સમજુબેનના પતિ દીપુ પારીયા સામે ગુન્હો નોંધ્યો હતો.
ત્રણેક મહિના સુધી પોલીસની પકડથી દૂર રહેલા આ શખ્સની સિટી એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી. તે પછી તેની પાસે જામનગર મહાનગરપાલિકાની ઓફિસમાં લઈ જઈ રિહર્સલ પણ કરાવાયું હતું. તે પછી ગઈકાલે સાંજે આરોપી દીપુ પારીયાને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આ આરોપીના પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. તેની સામે આરોપીના વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયાએ દલીલ કરી હતી કે, અધિકારી અને સત્તાધિશો વચ્ચે પ્રજાના પ્રશ્નના કારણે અવાર નવાર સામાન્ય બોલચાલ થતી હોય છે ત્યારે અંગત અદાવત રાખી આ પૂર્વ નગરસેવક સામે ભારે કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે. આરોપીના પત્ની પણ નગરસેવિકા છે. જો આ રીતે પ્રજાના સેવકોને દબાવી દેવામાં આવશે તો અધિકારીઓ જ સર્વોપરિ બની જશે અને આરોપી નાસી જાય તેમ પણ નથી. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપી દીપુ પારીયાને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial