Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અપીલમાં નીચેની કોર્ટમાં દાવો થયો હતો રિમાન્ડઃ
જામનગર તા. ૧૩ઃ જામનગરના શેખપાટ ગામમાં આવેલા રસ્તા અંગે મામલતદાર કોર્ટમાં કરાયેલો દાવો મંજૂર રહેતા પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરાઈ હતી અને તે દાવો નીચેની કોર્ટને રિમાન્ડ થયો હતો. તે દાવો ચાલી જતાં અદાલતે તેને મંજૂર રાખ્યો છે.
જામનગર તાલુકાના શેખ૫ાટ ગામના રે.સ.નં.૮૯૨ તેમજ ૮૯૩ વગેરે સર્વે નંબરમાં ખેતીની જમીન ધરાવતા આસામીઓ માટે પંદરથી વીસ ફૂટનો સરકારી માર્ગ આવેલો છે તેના પરથી તમામ વ્યક્તિઓ અવરજવર કરતા હતા.
તે માર્ગમાં કેટલાક વ્યક્તિએ બાવળ વગેરે મૂકી અડચણ કરતા જમનભાઈ દામજીભાઈ ચૌહાણ વગેરેએ મામલતદાર કોર્ટમાં દાવો કર્યાે હતો. તે દાવામાં પ્રતિવાદીને બચાવની અવારનવાર તક આપવામાં આવી હતી. તે પછી ગયા ઓકટોબર મહિનામાં આખરી હુકમ કરી વાદીની દાવા અરજી મંજૂર કરાઈ હતી.
તે હુકમ સામે પ્રાંત અધિકારીની કોર્ટમાં અપીલ કરાઈ હતી. પ્રાંત અધિકારીએ તે કેસ નીચેની કોર્ટને રિમાન્ડ કર્યાે હતો. આ કેસમાં વાદીના વકીલે કરેલી દલીલો તથા રજૂ કરેલા પુરાવાઓ વગેરે ધ્યાને રાખી વાદીની મંગાયેલી તમામ દાદ મંજૂર કરતો હુકમ કર્યાે છે. વાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા, રામદે ગઢવી, મયુર મારકણા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial