Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર-ડીડીઓ દ્વારા ગામડાઓની આકસ્મિક મુલાકાત

ગ્રામ્ય તંત્રને દોડતું કર્યુઃ ગ્રામજનોમાં રાહતની લાગણી

ખંભાળીયા તા. ૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં જિલ્લાના બે મુખ્ય આઈએએસ અધિકારીઓએ લોકોની નજીક પહોંચ્યા તથા સ્થાનિક સમસ્યાઓ જાણવાના ભાગરૂપે તથા તંત્રની કામગીરીની સાચી સમીક્ષા થાય તે માટે આકસ્મિક રીતે ગામડાઓની મુલાકાત લેતા આ પ્રયોગ સફળ રહ્યો છે.

જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામની તથા ડીડીઓ એસ.ડી. ધનાણી દ્વારા ભાણવડ તાલુકાના ગુંદા ગામની મુલાકાત લેવામાં આવી હતી. સ્થાનિક લોકો આગેવાનો સાથે મુલાકાત પણ લેવામાં આવી હતી. ગામમાં સરકારી સુવિધાઓ, ગ્રામ પંચાયત કચેરી, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ પણ મુલાકાત લીધી હતી તથા રેકર્ડ પણ ચેક કરીને સૂચનાઓ આપી હતી. જિલ્લા કલેકટરની મુલાકાતમાં રાજ્પરામાં ડે.કલેકટર હિતેશ ભગોરા, ટીડીઓ, ગૌરવ પરમાર, ઈ.ચા. મામલતદાર ભરત સંચાણીયા તથા અન્ય અધિકારીઓ જોડાયા હતા તો ડીડીઓની મુલાકાતમાં તાલુકા વિકાસ અધિકારી એન.એલ. બેડીયાવદરા તથા ગ્રા.વિ. એજન્સીના નિયામક ગોહિલ પણ જોડાયા હતાં. જે અધિકારીઓને મળવું હોય પ્રશ્ન જણાવવો હોય તો જિલ્લાના વડા મથકે જવું પડે ત્યારે ઓચિંતા આ અધિકારીઓ ગામડે જાતે આવતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh