Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસના કોર્પોરેટરની જનતા રેડમાં ખુલી પોલંપોલ
જામનગર તા. ૧૩ઃ જામનગર મહાનગરપાલિકાના સંચાલિત ઢોરના ડબ્બામાં ભૂખ્યા ઢોર ભાંભરડા નાંખે છે તેને સમયસર ખાવાનું અપાતું નથી તેમ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા જનતા રેડ પછી જાહેર કરાયું હતું.
જામનગરના ઢોરના ડબ્બામાં અસંખ્ય ખુંટીયા સાથે ૧૧ ગાયોને રાખવામાં આવી છે. ત્યાં સમયસર નિરણ ઢોરને અપાતી નથી તેવી ફરિયાદના આધારે કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ આજે જનતા રેડ કરી હતી. ઢોરને નિરણ આપવાનો સમય સવારે ૮ વાગ્યાનો છે. પરંતુ તેઓ પોણા દસ વાગ્યા સુધી ઢોરના ડબ્બામાં હતા પરંતુ નિરણનું ટ્રેકટર આવ્યું ન હતું અને આ પછી એક ટ્રેકટર નિરણનું આવતા ને ગાયોને ખાવા માટે અપાયું હતું જ્યારે અસંખ્ય ખુંટીયા ભૂખ્યા ભાંભરડા નાખતા જોવા મળ્યા હતાં. આ માટે જવાબદાર કોન્ટ્રાકટરને જેલની સજા કરવી જોઈએ અને ઢોરના દુશ્મનોને ફાંસી આપવી જોઈએ. ઢોરના ડબ્બામાં પશુ ડોકટર સમયસર આવતા નથી આથી બીમાર ઢોરની સારવાર પણ થતી નથી. બે ગાયો તો મરેલ જેવી જીવીત હાલતમાં નજરે ચઢી હતી.
સફાઈનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. આથી બે દિવસમાં સઘન સફાઈ કરાવી આપવાની ચિમકી આપવામાં આવી છે અને સોમ અથવા મંગળવારે મ્યુનિ. કમિશનરને રૂબરૂ ઉગ્ર રજુઆત થશે તેમ પણ કોર્પોરેટરે જણાવ્યું હતું. આમ આજની કોર્પોરેટરની જનતા રેઈડથી દોડધામ મચી જવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial