Advertisement
Author: નોબત સમાચાર

કોમર્શિયલ કોમ્પ્લેક્ષના બાંધકામ માટે જાહેર માર્ગ પર જ મટિરિયલના ઢગલાઃ છે કોઈ પુછનાર...?

ત્રણ દરવાજાથી બેડીગેઈટ તરફ આવવાના માર્ગે

જામનગરના ત્રણ દરવાજાથી બેડી ગેઈટ તરફ આવવાના માર્ગ પર એક કોમર્શીયલ કોમ્પ્લેક્ષનું બાંધકબામ કરવામાં આવી રહ્યું છે. આ બાંધકામ માટે કોન્ટ્રાકટર દ્વારા રોડ પર જ ખટારાઓ દ્વારા રેતી-કાંકરા સીમેન્ટના બાચકાઓ ઠાલવવામાં આવે છે. સવારના સમયે આ રોડ પર નો એન્ટ્રી હોવા છતાં પણ ખટારા દ્વારા રોડ પર આ રીતે કાંકરીઓ ઠાલવી દઈ અને રોડ પર વાહન ચાલકોને પરેશાની થાય એ રીતે કામ કરવામાં આવી રહ્યું છે.  અગાઉ પણ આ સ્થળે બાજુમાં આવેલી શેરીમાં માલ-સામાન ઠાલવી અને આખી શેરી જ બંધ કરી દેવામાં આવી હતી. હવે મેઈન રોડ પર આ રીતે બાંધકામનો માલ-સામાન નાખવા માટે શું કોર્પોરેશનના અધિકારી કે પદાધિકારીઓ દ્વારા પરમીશન આપવામાં આવી હશે કે વગર પરમીશને જ આવી રીતે ચાલી રહ્યું છે. હવે આ બિલ્ડર અથવા તો તેના માલિક વિરૂદ્ધ કોઈ પગલા કયારે ભરાશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh