Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરીથી મળેલી તક ઝડપી લ્યે બાકીદારો...
જામનગર તા. ૧૩ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. ૧પ થી ૩૧ જુલાઈ સુધી વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આગામી સોમવારથી આ યોજના શરૂ થશે. લોકો પોતાનો બાકી વેરો ભરપાઈ કરી શકે તે હેતુથી વધુ એક વખત વ્યાજ માફી યોજના શરૂ કરવામાં આવી રહી છે. તા. ૧પ-૭-ર૪ થી તા. ૩૧-૭-ર૪ સુધી આ યોજના અમલમાં રહેશે.
વર્ષ ર૦ર૪-રપ ના બીલોની બજવણી ચાલી રહી છે જે આસામીને બિલ મળ્યા ન હોય તેમને મહાનગર પાલિકાની વેબસાઈટ ઉપરથી બિલ ડાઉન લોડ કરવાના રહેશે. અથવા તો મહાનગરપાલિકા કચેરીમાંથી મેળવી લેવાના રહેશે.
વાર્ષિક વ્યાવસાય વેરો ૩૦-૯ સુધી ભરપાઈ કરવાનો છે. મહાનગરપાલિકાની મુખ્ય ટેકસ કલેકશન કચેરી, રણજીતનગર શરૂ સેકશન રોડ અને ગુલાબનગર સિવિક સેન્ટર, એચડીએફસી, નવાનગર, આઈડીબીઆઈ, બેન્કોમાં મહાનગર પાલિકાની સાઈટ ઉપર ઓનલાઈન વેરો ભરપાઈ કરી શકાય છે. મિલકત વેરો, વ્યવસાય વેરો, વોટર ચાર્જની બાકી રોકાતી રકમ, ભરપાઈ કરવા માટે વ્યાજ માફી યોજનાનો લાભ લેવા આસી. કમિશનર (ટેક્ષ) જીગ્નેશ નિર્મળની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial