Advertisement
Author: નોબત સમાચાર

ફ્રીઝ કરાયેલુ બેંક એકાઉન્ટ અનફ્રીઝ ન કરી અપાતા બેંક સામે કોર્ટમાં ફરિયાદ

ફરિયાદીએ પણ અનફ્રીઝ સામે તકરાર ન હોવાનું જણાવ્યું'તુઃ

જામનગર તા. ૧૩ઃ જામનગરના એક આસામીનું બેંક એકાઉન્ટ સાયબર ક્રાઈમ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા પછીમૂળ ફરિયાદીએ પોતાની ગેરસમજ દૂર થતાં બેંક ખાતું અનફ્રીઝ કરી આપવા અરજી કરી હતી. આમ છતાં આ આસામીનું બેંક ખાતું કોટક મહિન્દ્રા બેંકે અનફ્રીઝ ન કરતા તેની સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના જયેશ વાલાભાઈ રોશિયા નામના આસામીએ ક્રેડીટ કાર્ડના ઉપયોગ બાબતે સાયબર ક્રાઈમમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ દ્વારા ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરી જે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હોય તે એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા હતા.

તે પછી જયેશભાઈની ગેરસમજ દૂર થતાં તેઓએ સાયબર ક્રાઈમને જણાવ્યું હતું કે, જે વ્યક્તિના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા છે તેઓને અનફ્રીઝ કરી આપવામાં આવે તો તેઓને કોઈ વાંધો નથી. આ પ્રકારનું નિવેદન તેઓએ અન્ય પોલીસ એજન્સીને પણ આપ્યું હતું. આમ છતાં વિજય મુકેશભાઈ એરંડીયાનું બેંક ખાતુ અનફ્રીઝ થયું ન હતું. આથી તે આસામી કોઈ વ્યવહાર કરી શકતા ન હતા. કંટાળેલા વિજયભાઈએ કોટક મહિન્દ્રા બેંક સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh