Advertisement
Author: નોબત સમાચાર

સવારે વોકીંગ કરતા પ્રૌઢને મોટરે ઠોકર મારી પછાડ્યા

ઈજાગ્રસ્તના ભાણેજે કરી ફરિયાદઃ

જામનગર તા. ૧૩ઃ જામનગરની સમર્પણ હોસ્પિટલ પાસે સપ્તાહ પહેલાં સવારે વોકીંગ કરી રહેલા એક પ્રૌઢને પાછળથી ધસી આવેલી મોટરે ઠોકર મારી પછાડ્યા હતા. ઈજા પામેલા પ્રૌઢને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેમના ભાણેજે મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ કરી છે. જામનગરના ભાગોળે આવેલી સમર્પણ હોસ્પિટલ નજીક કેદારનાથ સોસાયટીના ગેઈટ પાસે ગઈ તા.૬ની સવારે સાડા છએક વાગ્યે ખીમાભાઈ ભીમાભાઈ ગોજીયા નામના પ્રૌઢ વોકીંગ કરી રહ્યા હતા ત્યારે એમએચ-૪૩-એજે ૨૬૫૨ નંબરની સિલ્વર રંગની સ્કોડા મોટર ધસી આવી હતી. આ મોટરના ચાલક જામનગરના વાસુદેવ રામજીભાઈ ટોયટાએ પુરપાટ ઝડપે ચલાવી આગળ ચાલ્યા જતાં ખીમાભાઈને હડફેટે લેતા રોડ પર પછડાયેલા આ પ્રૌઢને હેમરેજ સહિતની ગંભીર ઈજા થઈ છે. સારવારમાં ખસેડાયેલા ખીમાભાઈના ભાણેજ જયેશ દેશુરભાઈ કરમુરે સિટી સી ડિવિઝનમાં મોટરચાલક વાસુદેવ ટોયટા સામે ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh